26/11 મુંબઇ હુમલામાં પોતાના જીવના જોખમે કોણે આતંકી કસાબની તસ્વીર ક્લિક કરી હતી જાણો છો? – જુઓ

ફોટો ક્લિક કરનાર વ્યક્તિ પર કેવી કેવી વીતી જાણો છો? ખોફનાક કહાની

26 નવેમ્બર 2008ના રોજ થયેલ મુંબઇ હુમલામાં એક માત્ર આતંકી જીવતો પકડાયો હતો, તે હતો અજમલ કસાબ. તેના પકડાઇ ગયા પહેલા 160 નિર્દોષ લોકોના જીવ લીધા હતા. જેની સજા તેને ફાંસીના રૂપમાં મળી. એ સબૂત જેના દમ પર કસાબને દોષી સાબિત કરવામાં મદદ મળી હતી તે હતી તેની તસવીર,. આ તસવીરને એક જર્નાલિસ્ટે તેનો જીવ દાવ પર લગાવી ક્લિક કરી હતી. તો ચાલો આજે મળી એ જાબાંજ જર્નાલિસ્ટને.

કસાબની આ તસવીર, જે 26/11 મુંબઇ હુમલાની ઓળખ બની ગઇ. તેને ક્લિક કરનાર જર્નાલિસ્ટનું નામ Sebastian D’Souza છે. આ તસવીરમાં આતંકી કસાબ હાથમાં Ak47 લઇ લોકો પર હુમલો કરતો દેખાઇ રહ્યો છે. આ તસવીરને Sebastianએ છત્રપતિ શિવાજી ટર્મિનસ પર લીધી હતી. તેમણે આતંકી હુમલાને યાદ કરતા કહ્યુ- એ દિવસે જો રેલવે પોલિસ સ્ટેશન પર હાજર અધિકારી કસાબને શૂટ કરી દેતા તો કદાચ આટલા લોકોનો જીવ ના જતો. તેમના અનુસાર, ત્યાં પોલિસની બે બટાલિયન હાજર હતી.

તેમણે જણાવ્યુ કે, તે તેમની ઓફિસમાં હતા જયારે આ હુમલાની જાણકારી મળી, ખબર મળતા જ તેઓ કોઇ સેફ્ટી વગર કેમેરો લઇને રેલવે સ્ટેશન તરફ ચાલી નીકળ્યા. જયારે તે સ્ટેશન અંદર દાખલ થયા તો કસાબ નિર્દોષ લોકોને ગોળીઓથી મારી રહ્યો હતો.

તે છુપાઈને ટ્રેનના ડબ્બામાં બેસી ગયા. અહીંથી તે કસાબનો ફોટો લેવા માંગતા હતા, પરંતુ ફોટો સ્પષ્ટ આવતો ન હતો. તેથી તે આગળના કોચ પર ચાલ્યા ગયા. ત્યાંથી તેમણે પોતાના કેમેરા વડે કસાબનો ફોટો લીધો હતો. તેમણે આગળ કહ્યુ કે, આવુ કરતી વખતે આતંકવાદીઓએ તેમને જોયા પરંતુ તેઓએ કંઈ કર્યું નહીં. આ ફોટો માટે તેમને વર્લ્ડ પ્રેસ ફોટો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Sebastian 67 વર્ષના છે અને તેઓ હવે રિટાયર્ડ થઇ ચૂક્યા છે. આ દિવસોમાં તે ગોવામાં રહે છે. તેમનું કહેવુ છે કે તેઓ આ હુમલાને ભૂલવા માંગે છે.

Shah Jina