ઊંડી ખીણની નજીક ઉભું હતું પ્લેન, પછી પ્લેનમાંથી બહાર આવ્યો આ વ્યક્તિ અને મોતના મુખ પાસે જઈને ઉભો થઇ ગયો, જુઓ દિલ ધડક વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જે જોઈને આપણે પણ હેરાન રહી જતા હોય છે, ઘણીવાર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે લોકો પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે અને વીડિયો બનાવવા માટે એવી જગ્યાએ પહોંચી જતા હોય છે જેને જોઈને આપણે પણ હચમચી ઉઠીએ.

ઓનલાઈન વાઈરલ થયેલી એક ક્લિપમાં ઈન્ડોનેશિયાના સુંદર ટાપુ બાલીનો એક ફોટોગ્રાફર પહાડીની ઉપર પાર્ક કરેલા પ્લેનની પાંખ પર ચાલતો જોઈ શકાય છે. આ પ્લેન નિવૃત્ત બોઈંગ એરક્રાફ્ટ છે. પ્લેનને એક ખડક પર મૂકવામાં આવ્યું હતું જેમાં સમુદ્ર કિનારાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.

અર્થપિક્સે આ વાયરલ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ ટૂંકી ક્લિપમાં, ફોટોગ્રાફર કોમિંગ ડરમાવાનને એક ટેકરીની ટોચ પર નિવૃત્ત વિમાનની પાંખ પર ચાલતા જોઈ શકાય છે. પોસ્ટના કેપ્શન મુજબ, વિમાનને ઉલુવાટુ બડુંગ રીજન્સીમાં ન્યાંગ-ન્યાંગ બીચ નજીક પ્રવાસી આવાસમાં રૂપાંતરિત કરવામાં આવનાર છે. જેમ કે આપણે વીડિયોમાં જોઈ શકીએ છીએ કે કેમેરો ધીમે ધીમે લીલાછમ ચટ્ટાનો અને દરિયા કિનારાના અદભૂત દૃશ્ય તરફ આગળ વધે છે.

 

View this post on Instagram

 

A post shared by 🌎 EarthPix 🌎 (@earthpix)

ફોટોગ્રાફર પ્લેનની પાંખના છેડે ગયો, સતત આગળ વધીને અટકી ગયો. એવું લાગતું હતું કે તે મોતના મુખની નજીક ઊભો હતો. જો વિમાનની પાંખ પવનથી હચમચી જાય તો તેના પગ પણ લપસી શકે છે અને વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. ફોટોગ્રાફર કમિંગને શોધતા શોધતા આ રિટાયર્ડ બોઈંગ એરક્રાફ્ટ સુધી પહોંચ્યા, જ્યાંથી તેણે ખૂબ જ સુંદર નજારો પોતાના કેમેરામાં કેદ કર્યા. દરિયા કિનારે ખડક પર મૂકવામાં આવેલ વિમાન ખૂબ જ અદભૂત દેખાય છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘તે ઉલુવાતુ બડુંગ રિજન્સીમાં ન્યાંગ-ન્યાંગ બીચ નજીક પ્રવાસી આવાસમાં પરિવર્તિત થવાનું છે.’

Niraj Patel