પેટ્રોલની કિંમતની 100 રૂપિયા પાર, લોકોએ શરૂ કર્યા મિમ્સ અને જોક્સ- જુઓ ક્લિક કરીને

૧૦૦ ને પાર થતા જ લોકોનો મગજ ફાટ્યો, જુઓ કેવી મજાક ઉડાવી

રાજસ્થાનના શ્રી ગંગાનગર અને મધ્યપ્રદેશમાં નિયમિત પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે.

આ બાદ હવે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવવા માટે મિમ્સ અને જોક્સ શેર કરી રહ્યા છે.

દેશના કેટલાક શહેરમાં પેટ્રોલ 100 રૂપિયા પાર થઇ ગયું છે. દિલ્હીમાં શનિવારે પેટ્રોલની કિંમત 91 રૂપિયા નજીક પહોંચી ગઇ છે.

ડિઝલની કિંમતો પણ કેટલાક શહેરમાં રેકોર્ડ પર ચાલી રહી છે. આવામાં એક વાર ફરી એ સવાલ ઉઠવા લાગ્યા છે કે આખરે સરકાર ટેક્સના રેટ પર અંકુશ લગાવી શકતી નથી.

કિંમતમાં વધારો થતા સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ રહી છે. ટ્વીટર પર હાલ #Petrol100 ટ્રેન્ડ કરી રહ્યું છે. કેટલાક લોકોએ તો મજાકમાં કહ્યુ, કે આ શતક બનાવવા ઇચ્છતો ન હતો.

વર્ષની શરૂઆતના મહિનામાં જ તેલની કિંમત ઘણી વધી છે. કેટલાક લોકો સરકારી તેલ કંપનીઓની ઘણી આલોચના કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ તેમનો ગુસ્સો મિમ્સ દ્વારા નીકાળી રહ્યા છે. પેટ્રોલ ડિઝલના જે ભાવ આજે વધી રહ્યા છે તેનું એક કારણ તેના પર લાગતો ટેક્સ પણ છે.

Shah Jina