ખુશીના સમાચાર : પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધાયો ઘટાડો, જાણો નવા ભાવ

એપ્રિલ મહિનામાં લોકોને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાં રાહત મળી છે. ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂક્યો છે. આ અગાઉ સતત 15 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નહતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ હવે 66 ડોલર પ્રતિ બેરલને પાર ગયું છે. એપ્રિલ અગાઉ માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણવાર ઘટાડો થયો હતો. એપ્રિલમાં આ પહેલો ભાવ ઘટાડો છે.

પ્રતિકાત્મક તસવીર

માર્ચ 2021માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વાર ઘટાડો કરવામાં આવ્યો હતો. 30 માર્ચે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું હતું. આ પહેલા 24 અને 25 માર્ચે પેટ્રોલ ડીઝલ સસ્તા થયા હતા.

પ્રતિકાત્મક તસવીર

દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલ પ્રતિ લિટર 16 પૈસા સસ્તુ થઈને 90.56 રૂપિયાથી 90.40 રૂપિયાએ આવી ગયું હતું. ડીઝલ પણ પ્રતિ લિટર 14 પૈસાના ઘટાડા સાથે 80.87 રૂપિયાથી ઘટીને 80.73 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયું હતું. આ જ રીતે મુંબઈમાં પેટ્રોલ 96.82 રૂપિયા અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં પેટ્રોલ 90.62 રૂપિયા અને ડીઝલ 83.61 રૂપિયા પ્રતિ લિટર તથા ચેન્નાઈમાં પેટ્રોલ 92.43 રૂપિયા અને ડીઝલ 85.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.

પ્રતિકાત્મક તસવીર

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બુધવારે આશરે 5 ટકાની તેજી નોંધાઈ હતી. બ્રેંટ ક્રુડ 66.52 ડોલર પ્રતિ બેરલ આસપાસ અને WTI ક્રુડ 63.03 ડોલર પ્રતિ બેરલ આસપાસ ચાલી રહ્યું છે.

Shah Jina