આપણા પાડોશી દેશ પકિસ્તાનથી હાલમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે ત્યાંના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. મહત્વનું છે કે, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા અને તેઓને લઈ દુબઈની હોસ્પિટલમાં પરવેઝ મુશર્રફની સારવાર ચાલી રહી હતી.
તમને જણાવી દઈએ કે પરવેઝ મુશર્રફ લાંબા સમયથી એમીલોઇડિસ રોગથી પીડાતા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં બીમારીને કારણે એડમિટ હતા. ટ્વિટર પર માહિતી આપતા તેમના ફેમિલી વાળાએ કહ્યું હતું કે,તે એમીલોઇડિસ નામની બીમારીથી પીડિત છે,
જેના કારણે તેના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે રિકવરી માટે કોઈ અવકાશ બાકી નથી.તેમને 1999માં તત્કાલિન PM નવાઝ શરીફને જાણ કર્યા વિના ભારત સામે કારગિલ યુદ્ધ શરૂ કર્યું હતું. તેમણે આર્મી ચીફ રહીને પાકિસ્તાનમાં બળવો કરીને માર્શલ લો પણ જાહેર કર્યો હતો.પરવેઝ મુશર્રફ ઘણા સમયથી બીમાર હતા. તેમને કેન્સર હતું. મુશર્રફ 2001થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા.
પાકિસ્તાનમાં 2007 માં ઈમરજન્સી લાદવા અને 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ પરવેઝની માથે 2013માં દેશદ્રોહનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 79 વર્ષીય મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહેતા હતા.
તમને જણાવી દઈએ કે વશ 2016 માં, જયારે તેઓ દેશદ્રોહના આરોપોનો સામનો કરી હતા ત્યારે તેઓને પાકિસ્તાનની અદાલતે ભાગેડુ જાહેર કર્યા હતા. જે બાદ તે દુબઈ ભાગી ગયા હતા. તે અમાઇલોઇડોસિસ નામની બીમારીથી પીડિત હતા.