આ વ્યક્તિએ જોયું કોલ્ડડ્રીંકની બોટલ ઉપર એવું કે પછી લાલ પીળો થઈને આપી ગાડી સળગાવી દેવાની ધમકી, જુઓ વીડિયો

ઘણી વાર ઘણા લોકો નાની વાતને લઈને મોટો હોબાળો મચાવે છે. હાલમાં જ એક પાકિસ્તાની વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ ચર્ચામાં છે. આ વીડિયો જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ ઠંડા પીણાથી ભરેલી ટ્રકને રોકીને હંગામો મચાવતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિએ ઠંડા પીણાની બોટલ પર કંઈક લખેલું જોયું કે તેણે વાહન ચાલકને ઘેરી લીધો અને કાર સળગાવી દેવાની ધમકી આપી.

આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે જ્યારે ભીડમાંથી એક વ્યક્તિએ તેને આવું કરવાનું કારણ પૂછ્યું તો તેણે ખૂબ જ હાસ્યસ્પદ જવાબ આપ્યો. હકીકતમાં વીડિયોમાં દેખાતો વ્યક્તિ કોલ્ડડ્રિંકની બોટલ પર બનેલા QR કોડના ટેક્સચરથી ખૂબ જ નિરાશ હતો. જ્યારે ત્યાં ઉભેલા વ્યક્તિએ ગુસ્સે ભરાયેલા તે વ્યક્તિની નારાજગીનું કારણ પૂછ્યું તો સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં વ્યક્તિએ કહ્યું કે આ QR કોડમાં ખુદાનું નામ લખેલું છે.

કોલ્ડડ્રીંકનો બોટલ ઉપર બનેલા ક્યુઆર કોડને જોઈને તે વ્યક્તિએ ચેતવણી આપતા કહ્યું કે, જો આ કોડ નહિ હટાવવામાં આવે તો ગાડીને સળગાવી દેશે. જોકે તેની આસપાસ ઉભેલા લોકોએ તેને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો.  પરંતુ તે કોઈને વાત સાંભળવા તૈયાર નહોતો. આ વ્યક્તિએ દેખીતી રીતે ધમકી આપતા કહ્યું કે જો બેથી ત્રણ દિવસમાં બોટલ ઉપરથી કોડ હટાવવામાં નહીં આવે તો તે ક્યાંય પણ કોલ્ડડ્રીંક ભરેલી ગાડી જોશે તો તેને આગના હવાલે કરી દેશે.

હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. દરેક વ્યક્તિ હેરાન છે કે કોઈ આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે છે ? ઘણા લોકોએ વીડિયો જોયા બાદ કહ્યું કે મૂર્ખ લોકોની કમી નથી. તો અન્ય એક યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું કે મારા ખ્યાલમાં આવા લોકો કોઈપણ વાત ઉપર ફાલતુની ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત બીજા પણ ઘણા લોકોએ આ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.

Niraj Patel