આવો હેવી ડ્રાઈવર તમે આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, જુઓ ભીડ વાળા રસ્તા ઉપર પણ એક સાથે બે બાઈક લઈને આરામથી ચાલવા લાગ્યો

આપણા દેશની અંદર ટેલેન્ટ ભરપૂર છે, તો કોઈપણ સમસ્યામાંથી બહાર આવવા માટે  ઘણા લોકોના જુગાડ પણ તમને જોવા મળી જશે. ઘણા લોકોના આવ દેશી જુગાડ, સ્ટન્ટ અને ટેલેન્ટના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે, ત્યારે હાલ એવા જ એક સ્ટન્ટ કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે વ્યક્તિ એક સાથે બે બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે.

આપણે ઘણીવાર રસ્તા ઉપર એવા દૃશ્યો જોયા હશે કે કોઈની એક બાઈક બગડી જાય તો કોઈ બીજી બાઈક વાળો વ્યક્તિ તેને પોતાના પગથી ધકેલીને આગળ લઇ જાય છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક વ્યક્તિ એક સાથે બે બાઈક ચલાવીને જતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ ભીડ વાળા રસ્તા ઉપર આ કારનામુ બતાવી રહ્યો છે, જેને જોનારના પણ હોશ ઉડી ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એક બાઈક ઉપર બેઠો છે અને તેને પોતાના બીજા હાથથી બીજી બાઈક પણ પકડી છે અને બંને બાઈક ચલાવી રહ્યો છે.

આ વીડિયોને જોઈને ઘણા લોકોએ પોતાના મોઢામાં આંગળા નાખી દીધા છે. ઘણા લોકોને તેનો આ સ્ટન્ટ ખુબ જ ભયાનક પણ લાગી રહ્યો છે.આ બાઈક ચાલવતા વ્યક્તિને જોઈને એવું લાગી રહ્યું છે કે એક સાથે બે બાઈક ચલાવવી તેના માટે ખુબ જ સરળ કામ છે, અને એટલે જ તે ખુબ જ આરામથી બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે.

Niraj Patel