આ સેલ્ફીનો ક્રેઝ તો ક્યારેક જીવલેણ બની જશે !! જુઓ આ ભાઈને જ.. એક સેલ્ફી લેવા માટે વાઘનો પીછો કરવા લાગ્યા અને પછી થયું એવું કે… જુઓ વીડિયો

આને મુર્ખામી કહેવી કે સાહસ ? જંગલ સફારી કરવા ગયેલો આ વ્યક્તિ વાઘને જોતા જ ફોટો પાડવા તેની પાછળ દોડવા લાગ્યો… વાયરલ થયો વીડિયો

ફોટોગ્રાફી માટે ઘણા લોકોને ખુબ જ ક્રેઝ હોય છે, ઘણા લોકો તો એમ પણ વિચારતા હોય છે કે તે એવી ફોટોગ્રાફી કે સેલ્ફી લે જેના દ્વારા તે રાતો રાત ફેમસ પણ થઇ જાય અને આ ચક્કરમાં જ  ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. તો ઘણા લોકો દુર્ઘટનાનો પણ શિકાર બનતા હોય છે. હાલ આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માણસ જંગલમાં વાઘની પાછળ દોડી રહ્યો છે. આ વીડિયો ઘણો ખતરનાક છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો એકદમ ગુસ્સે થઈ ગયા છે. વીડિયોની અંદર આ વ્યક્તિની હરકત રૂંવાડા ઉભા કરી દેનારી છે અને એટલે જ લોકોના ગુસ્સે થવું પણ વ્યાજબી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર IFS સુશાંત નંદાએ શેર કર્યો છે. તેમણે લખ્યું છે  “વન્યજીવો સાથે છેડછાડ કરવી બિલકુલ ખોટું છે. જંગલના અલગ-અલગ નિયમો હોય છે. જો કંઈક અનિચ્છનીય બને છે, તો તે દરેક માટે ખરાબ છે. આવા કેટલાક લોકોના કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાય છે.”

આ વીડિયોને પોસ્ટ થયા બાદ અત્યાર સુધી 20 હજારથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો વ્યક્તિની મૂર્ખતા પર ગુસ્સે થઈ રહ્યા છે. તેઓ કહે છે કે આ રીતે વન્યજીવોને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે આ વ્યક્તિનો સેલ્ફી શોખ એક દિવસ તેનો જીવ લઇ લેશે.

Niraj Patel