આ ભાઈનો જુગાડ તો જુઓ… કડકડતી ઠંડીની અંદર નદીમાં નહાવા પડ્યો અને ઠંડીથી બચવા કર્યો એવો જુગાડ કે જોઈને માથું ચકરાઈ જશે

આપણા દેશની અંદર ઘણા જુગાડુ લોકો છે જે પોતાની જરૂરિયાત પ્રમાણે જુગાડ કરતા હોય છે, ઘણા લોકો એવા જુગાડ કરીને એવી એવી વસ્તુઓ બનાવે છે જેને જોઈને ભલભલા એન્જીનીયરો પણ ગોથા ખાઈ જાય. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવા જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમારું મગજ પણ ચકરાઈ જશે.

આમ તો ઇન્ટરનેટ ઉપર ઘણી બધી હેરાન કરી દેનારી વસ્તુઓ જોવા મળે છે. ઘણા વીડિયોમાં આપણે એવું પણ જોયું હશે જે જોઈને દિમાગ ચકરાઈ જાય, આવા વીડિયોને જોઈ આપણા મનમાં પણ સવાલ થાય કે આવા લોકો આવતા ક્યાંથી હશે. આપણે એમ પણ વિચારીએ કે આવા ફાલતુ વિચાર લોકોના મનમાં કેવી રીતે આવતા હશે ?

આ વાયરલ વીડિયોની અંદર પણ આપણને કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. આ વીડિયોને IPS અધિકારી રૂપિન શર્માએ તેમાં ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. વીડિયો શેર કરવાની સાથે જ તેમને મજેદાર કેપશન પણ આપ્યું છે. તેમને લખ્યું છે કે, “મેરા ભારત મહાન, હોનહાર ભારત” વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નદીમાં સ્નાન કરી રહ્યો છે અને આ દરમિયાન તે ઠંડીથી બચવા માટે અનોખો જુગાડ વાપરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ડૂબકી લગાવ્યા બાદ પાણીમાંથી જયારે તે વ્યક્તિ બહાર નીકળે છે ત્યારે ઠંડીથી બચવા માટે તેને તરત તગારાની અંદર આગ લગાવી છે. જેનાથી તે ડૂબકી મારીને બહાર આવી પોતાના હાથ શેકતો હોય છે. તમે પણ આ વીડિયોને જોઈને વિચારવા મજબુર થઇ જશો કે આવો જુગાડ આ લોકો કેવી રીતે કરી લેતા હશે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને આ વ્યક્તિને મહામૂર્ખની ઉપાધિ પણ આપી છે.

Niraj Patel