બૈરાની આવી હરકતોથી કંટાળીને પતિએ દીકરી, ભત્રીજા અને ભાઈ સાથે કાર લઈને નહેરમાં ઝમ્પલાવ્યું, મરતા પહેલાનો વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે

રૂંવાડા ઉભા કરી દેનારું પગલું: પપ્પાએ બાળકોને પૂછ્યું, “જીવવા માંગો છો ?” કહ્યું, “ના”, પછી કાર નહેરમાં કુદાવી દીધી, કારણ જાણીને સુન્ન રહી જશો

દેશભરમાં આપઘાતના ઘણા મામલાઓ સતત સામે આવતા રહે છે, કોઈ આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતું હોય છે, તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે, તો ઘણીવાર કેટલીક મહિલાઓ પતિના ત્રાસથી પણ જીવન ટૂંકાવી દેતી હોય છે, તો ક્યારેક પતિ કે પત્નીની બેવફાઈ પણ કોઈનો જીવ લઇ લેતી હોય છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક પતિએ તેની પત્નીના અવૈધ સંબંધોથી કંટાળીને દીકરી, ભત્રીજા અને ભાઈ સાથે આપઘાત કરી લીધો.

આ મામલો સામે આવ્યો છે પંજાબના ફિરોજપુરમાંથી. જેમાં એક વ્યક્તિએ પોતાના પારિવારિક ઝઘડાના કારણે કાર નહેરમાં ઉતારી દીધી. આ ઘટનાને અંજામ આપતા પહેલા વ્યક્તિએ ફેસબુક પર લાઇવ આવીને પોતાની આપવીતી પણ જણાવી હતી. એટલું જ નહિ તેણે પોતાના બાળકોને પણ પૂછ્યું કે તે જીવવા માંગે છે ? ત્યારે તેમને પણ ના કહેતા આ રૂંવાડા ઉભા કરી દેનારું પગલું તેને ભર્યું હતું.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર બન્યું હતું એવું કે તે વ્યક્તિની પત્ની થોડા દિવસ પહેલા બે બાળકોને છોડીને કોઈ અન્ય વ્યક્તિ સાથે ચાલી ગઈ હતી. આ વાતથી જ તે વ્યક્તિ પરેશાન થઇ ગયો હતો. જેના બાદ તેને પરિવાર સાથે જ કાર લઈને નહેરમાં ઝંપલાવ્યું. ગોતાખોરોએ મંગળવારે મોડી સાંજે નહેરમાં ચારેયની શોધખોળ હાથ ધરી હતી. જેમાં નહેરમાંથી પહેલા કાર મળી હતી અને ઘણી જ મહેનત બાદ ચહેરેની લાશ બહાર કાઢવામાં આવી હતી.

નહેરમાં છલાંગ લગાવનારા જસવિંદર સિંહ ઉર્ફે રાજુના ભાઈ સોનુએ જણાવ્યું કે તેના ભાઈની પત્નીને છાવણી નિવાસી કાલા સંધુ લઈને ગયો હતો અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.જેના બાદ રાજુએ સંધુને તેની પત્નીને પાછી આપવા માટે પણ વિનંતી કરી હતી. આ મામલામાં રાજુએ ફરિયાદ પણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી.  જેના બાદ રાજુ મંગળવારે સવારે પોતાની કારમાં પોતાની સાથે 8 વર્ષીય દીકરી ગુરુલીન, 9 વર્ષના દીકરા દિવ્યાંગને લઈને ગયો.

જયારે તેને ફેસબુક પાર લાઈવ થઈને આપવીતી જણાવી ત્યારે તેના ભાઈઓ તેને સમજાવવા તેની તરફ ગયા. જ્યાં રાજુ તેમને કારમાં મળ્યો. રાજુને સમજાવ્યો અને ઘરે પરત જવાનું કહ્યું. કારમાં જતા સમયે રાજુનો દીકરો કારમાંથી ઉતરી ગયો અને પોતાના મોટા પપ્પા સાથે એક્ટિવામાં બેસી ગયો. જયારે દિવ્યાંગ ભાઈ હરપ્રીત અને ભત્રીજો આગમ કારમાં બેઠા. જેના બાદ રાજુ જયારે પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં રાજસ્થાન ફીડર નહેરમાં કારને નાખી દીધી.

Niraj Patel