મગજનું દહીં થઇ ગયું યાર: સગી બહેન જેવી દેખાય છે આ મા-દીકરી, ચેલેંજ છે ઓળખી બતાવો કોણ મમ્મી અને કોણ છે દીકરી
કેટલાક લોકો કુદરતી રીતે એવો દેખાવ મેળવે છે કે તેમની ચોક્કસ ઉંમર ઓળખવી મુશ્કેલ બની જાય છે. આવા થોડા લોકોમાંથી એક મા-દીકરીની જોડી છે, જેને જોઈને લોકો તેમને જુડવા બહેનો માને છે. ઘણી વખત લોકો તેમને રસ્તામાં રોકે છે અને પૂછે છે કે શું તેઓ જુડવા બહેનો છે. આ કોમ્પલીમેન્ટ તેમના માટે ખૂબ જ દિલચસ્પ છે.
મિરરના અહેવાલ મુજબ, ગીતા અને મૈલિસા વાઈવાલા નામની માતા અને દીકરીની જોડી કે જેમની ઉંમરમાં 25 વર્ષનો તફાવત છે તે જુડવા બહેનો જેવી લાગે છે. મૈલિસાની માતા એટલી યુવાન દેખાય છે કે કેટલીકવાર તે તેની દીકરી કરતા પણ નાની દેખાય છે. તેનો આ દેખાવ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે.
ગીતા વાઈવાલા મૈલિસાની માતા છે, જેની ઉંમર 45 વર્ષની છે. તે કહે છે કે જો આ ઉંમરે તે કોઈને કહે તો કોઇ માનતુ નથી. તેની ઉંમર આનાથી અડધી હોય તેમ લાગે છે. માતા કહે છે કે તે જાણે છે કે તેઓ બંને એકસરખા દેખાય છે પરંતુ તે એટલી નાની દેખાય છે, તે માનતી નથી. મૈલિસા 20 વર્ષની છે અને કહે છે કે તેને પસંદ છે કે લોકો તેમને બહેનો માને છે.
બંનેનો ફેશન ટેસ્ટ પણ એક જ છે અને તેઓ પોતાના કપડાં શેર કરે છે. મા-દીકરીએ કહ્યું કે તેઓ વેકેશન મનાવવા પોર્ટુગલ ગયા હતા, ત્યારે ત્યાં હાજર કોઈએ કહ્યું કે તમે બંને બહેનો એકસરખા દેખાય છે. જેના પર તેણે કહ્યું કે તેઓ બહેનો નહીં પરંતુ માતા અને પુત્રી છે. માતાના કપડાં પણ દીકરી જેવા જ હોય છે,
કદાચ એટલે જ તેને જોઈને લોકો છેતરાઈ જાય છે. તેમની લંબાઈ અને કદમાં પણ કોઈ નોંધપાત્ર તફાવત નથી. ઘણી વખત મૈલિસાના મિત્રો તેની માતાને લાઇનો મારવા લાગે છે અને પછી મૈલિસાને કન્ફર્મેશન આપવુ પડે છે કે તે તેની માતા છે.