આ દેશની મોટા ભાગની વસ્તી રહે છે “કોફિન હોમ”માં, એક જ રૂમમાં કિચન, ટોયલેટ અને બીજુ ઘણુ બધુ…

નાના બોક્સમાં કિચન, ટોયલેટ અને બેડ ! કોફિન હોમમાં કેવી રીતે રહે છે હોંગકોંગની એક મોટી આબાદી ? જાણો રસપ્રદ

હોંગકોંગ પોતાના આલીશાન જીવન અને રહેણી-કરણી માટે ઓળખવામાં આવે છે. દેશનું પર્યટન ક્ષેત્ર ઘણુ મજબૂત છે અને અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. એવામાં દૂરથી દેખાવા પર હોંગકોંગ એક અમીર દેશ અને સુખ સુવિધાઓ વાળો દેશ માલૂમ પડે છે પરંતુ આ દેશનો એક વર્ગ એવો પણ છે જે ચકાચોંધ દુનિયાથી દૂર ગરીબીમાં જીવન ગુજારવા માટે મજબૂર છે. દેશના ગરીબ લોકો કેવી રીતે જીવન ગુજારે છે તે જોઇ તમે ચોંકી જશો.

હોંગકોંગ તેની ચમચમાતી ઇમારતો, લગ્ઝરી લાઇફસ્ટાઇલ, મોંઘા રેસ્ટોરન્ટ્સ અને તેજીથી ભાગતી અર્થવ્યવસ્થા માટે મશહૂર છે. પરંતુ આ દેશનો એક તબક્કો એવો છે જે કોફિન હોમમાં તેનું જીવન ગુજારી રહ્યો છે. જો કે, આવા હોમમાં નાના રૂમ, ટોયલેટ, કિચન અને બેડ પણ હોય છે. પરંતુ તેમાં રહેવાનું વિચારતા જ શરીરમાં ધ્રુજારી જેવું ઉત્પન્ન થઇ જાય છે. કારણ કે આ નાના રૂમોમાં સામાન વચ્ચે હાથ ફેલાવવો પણ મુશ્કેલ થઇ જાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં હોંગકોંગની અર્થવ્યવસ્થા ઊંચાઇઓને સ્પર્શવા લાગી છે. એવામાં લોકો અહીં રોટી, કપડા તો મેળવી લે છે પરંતુ એક ઘરની વ્યવસ્થા કરવી ઘણી મુશ્કેલ થઇ જાય છે. ત્યારે તો મોંઘવારી અને ચકાચોંધથી ભરેલ આ દેશમાં માથુ છુપાવવા માટે કેટલાક લોકોને મજબૂરીમાં કોફિન હોમમાં રહેવુ પડે છે. જણાવી દઇએ કે, કોફિન હોમ્સને બનાવવા માટે ફ્લેટ્સને અવૈદ્ય રૂપથી 15થી 120 વર્ગ ફૂટના એપાર્ટમેન્ટમાં વહેંચી દેવામાં આવે છે, જેનાથી એક એપાર્ટમેન્ટમાં ઘણા રૂમ બની જાય છે.

આ ઘર 180 સ્કવેર ફૂટથી વધારે મોટા નથી હોતા. આમાં ગુજારો કરનાર વધારે જનતા ગરીબી રેખાની નીચેવાળી હોય છે, માનો કે જે લોકો લગભગ 38400 રૂપિયાથી ઓછા કમાય છે. ખાસ કરીને આ રૂમમાં રહેનારા લોકો વેઇટર્સ, સિક્યોરિટી ગાર્ડ, ડ્રાઇવર અને ડિલીવરી મેન કે ક્લિનર્સ જેવા કામ કરતા હોય છે. હોંગકોંગની કોફિન હોમ સમસ્યાને ઘણીવાર માનવીય અને સ્વાસ્થ્ય સંકટના રૂપમાં દર્શાવવામાં આવે છે. જેને સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNએ માનવીય ગરિમાનું અપમાન પણ કહ્યુ છે. સરકારી આંકડાઓ પર એક નજર કરવામાં આવે તો હોંગકોંગના આ કોફીન હોમમાં રહેતા લોકોની સંખ્યા ઘણી વધારે છે.

સામાન્ય રીતે હાલમાં આ મકાનોમાં 2,00,000 થી વધુ લોકો રહે છે. લગભગ 75 લાખની વસ્તીવાળા આ દેશમાં 2 લાખ લોકો એવી સ્થિતિમાં જીવી રહ્યા છે, જેની કલ્પના પણ ન કરી શકાય. હોંગકોંગમાં, ફક્ત ઘર ખરીદવું જ નહીં, પણ તેને ભાડે આપવું પણ ખૂબ મોંઘું હતું. આથી આ લોકો ક્યાંય ભાડા પર પણ રહી શકતા નથી. કોર્પોરેટ માટે પ્રખ્યાત હોંગકોંગમાં આ લોકો રસ્તા પર પણ ટકી શકતા નથી કારણ કે તેમને ત્યાંથી પણ ભગાડી દેવામાં આવે છે.

અંતે, આ લોકો કોફિન હોમમાં રહેવા માટે મજબૂર બને છે. આ કોફિન હોમ હોંગકોંગની ચકાચોંધનો એ ડાઘ છે જેને તે દુનિયાથી છુપાવવાની કોશિશ કરે છે. વધતી અર્થવ્યવસ્થા ઉપરાંત ઝડપથી વધતી આબાદી પણ એક કારણ છે જે હોંગકોંગમાં કોફિન હોમ્સને વધારો આપી રહી છે. દુનિયાના સૌથી મોંઘા શહેરોએ પોતાના ગરીબ નાગરિકોને સૌથી અમાનવીય રીતે રાખ્યા છે.

Shah Jina