જો મનથી માનો તો કોઈપણ જગ્યા માલદીવ બની શકે છે, પુરથી ભરાયેલા પાણીમાં બ્રિજ ઉપરથી નાના બાળકની જેમ કુદકા મારતા લોકોનો વીડિયો થયો વાયરલ, જુઓ

દેશભરમાં સાર્વત્રિક સારો એવો વરસાદ વરસી ગયો છે, નદી નાળા પણ છલકાઈ ગયા છે, વળી ઘણી જગ્યાએ તો વરસાદ એ હ્હદ સુધી પડી ગયો છે ગામની અંદર પણ પાણી પાણી થઇ ગયા છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળે છે, આ સાથે જ ભરાયેલા પાણીમાં લોકો મોજ કરતા પણ જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લોકોએ પૂર ભરાયેલા પાણીમાં પણ જબરી મોજ કરી હતી. ઘણા લોકોને આ જોઈને માલદીવનો નજારો પણ યાદ આવી ગયો હતો અને ઘણા લોકો તો એમ પણ કહી રહ્યા હતા કે મોજ માણવા માટે માલદીવ જવું જરૂરી નથી, મનથી માનો તો ઘરમાં જ માલદીવ બની જાય.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો પૂર ભરેલા વિસ્તારમાં બ્રિજ ઉપરથી કુદકા મારી રહ્યા છે, અને નાના બાળકોની જેમ તરવાનો આનંદ માણી રહ્યા છે, તો ઘણા લોકો શરીઓમાં વહેતા પાણીની અંદર પણ સ્વિમિંગ પુલમાં જેમ તરવાનો આનંદ માણતા હોય તેમ તરતા જોવા મળી રહ્યા છે.

તો વીડિયોમાં આગળ એ પણ જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઘરમાં ભરેલા પાણીની અંદર ખુરશી મૂકી અને ત્યાંથી ગુલાટીઓ મારે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો કોમેન્ટ કરીને એમ પણ જણાવ્યું કે “આ એક માત્ર એવું માલદીવ છે જે મને પરવડે છે !” આ ઉપરાંત પણ ઘણા લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel