Paytmના લિસ્ટિંગ ઉપર ભાવુક થયા Paytmના ફાઉન્ડર, આંખોમાંથી વરસી પડ્યા આંસુ, કારણ જાણીને હેરાન રહી જશો

પેટીએમના ફાઉન્ડર એવા વિજય શેખર શર્માની એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં તે ભાવુક થતા જોવા મળી રહ્યા છે. 18 નવેમ્બરના રોજ પેટીએમના લિસ્ટિંગના દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં એક ભીડને વિજય શેખર શર્માએ સંબોધિત કરી હતી અને ત્યારે ખુબ જ ભાવુક થઇ ગયા હતા. તેમને પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને પોતાના આંસુઓ લુછ્યા હતા. ઇન્ટરનેટ ઉપર તેમનો વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહી છે.

બન્યું એવું કે લિસ્ટિંગ સેરેમની દરમિયાન વિજય શેખર શર્માની સ્પીચની શરૂઆતમાં રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થયું અને બાદમાં તેમને પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી અને પોતાની આંખોના આંસુઓ લૂછ્યાં હતા. આમ થવા પાછળ પણ તેમને કારણ જણાવ્યું હતું.

તેમને કહ્યું હતું કે, “હમણાં જ મારી સાથે આ થયું કારણ કે તમે રાષ્ટ્રગીત ગઈ લીધું. જયારે પણ રાષ્ટ્રગીત વાગે છે તો ભારત ભાગ્ય વિધાતા શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુઓ આવી જાય છે. આજે પણ મારી સાથે આવું બન્યું. આ ભારત ભાગ્ય વિધાતા શબ્દ ખબર નહીં કેમ મારી જિંદગી સાથે એ રીતે જોડાયેલા છે કે મારી આંખોમાં આંસુ આવી જાય છે. આજે એવો દિવસ છે જયારે યુવા ભારતના સપના મારી સાથે છે અને પૂર્ણ થઇ રહ્યા છે. કોઈ વિચારી પણ નહોતું શકતું કે અમે દેશનો સૌથી મોટો આઇપીઓ હોઈશું. પરંતુ આજે થઇ ગયું છે.”

તમને જણાવી દઈએ કે સ્કૂલ શિક્ષકના દીકરા અને એન્જીનીયરની ડિગ્રી મેળવનાર વિજય શેખર શર્માએ 2010માં પેટીએમની સ્થાપના કરી હતી. શરૂઆતમાં આ મોબાઈલ રિચાર્જ કરવા માટેનું જ એક પ્લેટફોર્મ હતું. અને આજે તેના ઉપર પૈસાની લેવડ-દેવડથી લઈને શોપિંગ સુધી ઘણું બધું થઇ શકે છે.

Niraj Patel