Paytm FASTag નું શું થશે ? 29 ફેબ્રુઆરી બાદ શું બંધ થઇ જશે ? જાણો RBIનો નિર્ણય નહીંતર પસ્તાશો

ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ Paytm પર સખ્તી બતાવતા એક મોટો નિર્ણય કર્યો, આ એક્શન બાદ Paytm Payments Bank Limited (PPBL)ની કેટલીક સર્વિસ રોકવાનું કહ્યુ છે. જેમાં Paytm FASTag પણ સામેલ છે. FASTag એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. FASTag ના હોવા પર બેગણો ટોલ ટેક્સ પે કરવો પડે છે. હવે સવાલ એ છે કે 29 ફેબ્રુઆરી બાદ Paytm FASTag નું શું થશે ?

RBIએ બુધવારે ડિજિટલ પેમેન્ટલ અને ફાઇનેંશિયલ સર્વિસ આપનાર કંપની Paytm ની બેંકિંગ બ્રાંચ Paytm Payment Bank Ltd પર નવા કસ્ટમરને કનેક્ટ કરવા પર રોક લગાવી છે. Paytm Payment Bank Ltd નવા કસ્ટમર્સ સામેલ કરવા સાથે PPBLને 29 ફેબ્રુઆરી 2024 બાદ કોઇ પણ યુઝર્સને કસ્ટમર એકાઉન્ટ, વોલેટ અને Fastag માં ડિપોઝિટ/ટોપ-અપને સ્વીકાર નહિ કરવામાં આવે.

RBI દ્વારા Paytm ની PPBL બ્રાન્ચની સર્વિસ પર એક્શન લેવાયુ છે જે પછી યુઝર્સ 1 માર્ચ કે તે બાદથી Paytm Wallet માં રૂપિયા જમા નહિ કરી શકે. એવામાં Paytm Fastag નું પણ એક્સેસ નહિ કરી શકાય કારણ કે Paytm Fastag નું પેમેન્ટ Paytm Wallet માં જમા રૂપિયાથી થાય છે. Paytm થી લોન કે કંઇ પણ નહિ લઇ શકાય. જો કે, આ દરમિયાન UPI Payment અને અન્ય ઓનલાઇન પેમેન્ટ થતી રહેશે. એવામાં સવાલ એ છે કે શું Paytm FASTag 29 ફેબ્રુઆરી પછી બંધ થઇ જશે ?

RBI ના દિશા-નિર્દેશ અંતર્ગત એ ક્લિયર છે કે યુઝર્સ Paytm FASTag ને રિચાર્જ કે ટોપઅપ નહિ કરી શકે. Paytm ની પેરેન્ટ ફર્મ One97 Communications Limited (OCL) એ રીલિઝ જારી સ્ટોત એક્સચેંજ સ્ટેટમેન્ટ આપ્યુ છે. જેમાં કહેવાયુ છે કે RBIના દિશા-નિર્દેશનું સેવિંગ એકાઉન્ટ, વોલેટ અને FASTags તેમજ NCMC કાર્ડ પર કોઇ અસર નહિ પડે. જો કે, હજુ સુધી એ નથી જણાવાયુ કે FASTag કેવી રીતે કામ કરશે.

Shah Jina