Pyatm ના કસ્ટમર માટે આવી ગઈ ખુશ ખબરી, RBI એ આપી સૌથી મોટી અપડેટ, જાણો ફટાફટ કામની માહિતી

Paytm App Will Not Be Closed : તાજેતરમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) પર લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે. કેટલીક ગેરસમજને કારણે, ઘણા વપરાશકર્તાઓને ચિંતા છે કે શું Paytm એપ બંધ થઈ જશે. કેટલાક Paytm ગ્રાહકોને ડર છે કે તેમના પૈસા ડૂબી જશે, જ્યારે અન્યને ચિંતા છે કે આગળ શું થશે. શું Paytm એપ કામ કરવાનું બંધ કરશે?

ગ્રાહકોની વધી હતી ચિંતા :

આજે, દેશના લાખો લોકો માટે, Paytm દ્વારા વ્યવહાર, રિચાર્જ, ટિકિટ બુકિંગ, શેરબજાર, IPO, વીજળી બિલ, ફાસ્ટેગ, ક્રેડિટ કાર્ડ, લોન, વીમો, ફિક્સ ડિપોઝિટ વગેરે જેવી વિવિધ સેવાઓનો ઉપયોગ કરવો એ જીવનનો એક ભાગ છે.  પેટીએમ પેમેન્ટ બેંક સામે પગલાં લેતા, રિઝર્વ બેંકે તેના પર પ્રતિબંધ મૂક્યો. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને 29 ફેબ્રુઆરી, 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપ-અપ્સ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે.

29 ફેબ્રુઆરી પછી શું થશે ? :

આવી સ્થિતિમાં Paytmના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા યુઝર્સની મુશ્કેલી વધી ગઈ છે. હાલમાં લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે. ઘણા લોકો પેટીએમ પેમેન્ટ બેંક અને પેટીએમ એપને એક માની રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો એ હકીકતને લઈને મૂંઝવણમાં છે કે આરબીઆઈ દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધને કારણે, શું 29 ફેબ્રુઆરી પછી પેટીએમ એપ પણ બંધ થઈ જશે? હવે આ અંગે RBI તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે.

Paytm એપ બંધ નહિ થાય :

RBIએ સ્પષ્ટપણે કહ્યું છે કે Paytm એપ 29 ફેબ્રુઆરી પછી બંધ નહીં થાય. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગુરુવારે કહ્યું કે Paytm પેમેન્ટ્સ બેંક (PPBL) વિરુદ્ધ નિયમનકારી પગલાં લેવામાં આવ્યા છે અને Paytm એપ તેનાથી પ્રભાવિત થશે નહીં. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જેએ મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક બાદ કહ્યું, “એક સ્પષ્ટતા આપવી પડશે, આ ખાસ કાર્યવાહી પેટીએમ પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ છે અને તેને પેટીએમ એપ સાથે લિંક કરશો નહીં. આ કાર્યવાહી Paytm એપને અસર નહીં થાય.

ગવર્નરનું નિવેદન :

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અન્ય બેંકો Paytm વોલેટ સાથે ભાગીદારી કરી શકે છે, તો તેમણે કહ્યું કે આ એક વ્યવસાયિક નિર્ણય છે અને બેંકોએ તેમના ડિરેક્ટર બેંક દ્વારા મંજૂર કરવામાં આવેલી નીતિ મુજબ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તેમણે કહ્યું, “મને વિશ્વાસ છે કે જો તેઓ ભાગીદારીમાં પ્રવેશવા માંગે છે, તો તેઓ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરશે.” આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જેએ કહ્યું કે ફિનટેક પેટીએમ (આરબીઆઈ પેટીએમ બૅન) વિરૂદ્ધ કાર્યવાહી નિયમોનું સતત પાલન ન કરવાને કારણે કરવામાં આવી છે.

Paytm બેંક પર પ્રતિબંધ :

તમને જણાવી દઈએ કે Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ હોવા છતાં, તમે તમારા Paytm બેંક ખાતામાં જમા પૈસા ખર્ચ કરી શકો છો. આ સિવાય તમે પહેલાની જેમ Paytm UPI નો પણ ઉપયોગ કરી શકશો. પરંતુ, તમે Paytm બેંક સંબંધિત સેવાઓ જેમ કે Paytm Wallet અને Fastag મેળવી શકશો નહીં.

Niraj Patel