આ દુકાનદારનું દિમાગ ત્યારે ચકરાવે ચઢી ગયું જ્યારે ગ્રાહકે કાર્ડ સ્વાઇપિંગ મશીનને ચુંબન કરતા જ થઇ ગયું પેમેન્ટ, જુઓ મજેદાર વીડિયો

સામાન ખરીદીને બિલ ચૂકવવા ગયેલો આ વ્યક્તિએ મશીન હાથમાં લઈને પહેલા ભગવાનને પ્રાર્થના કરી, પછી કપાળ ઉપર અડાડતા જ થઇ ગયું પેમેન્ટ, દુકાનવાળો પણ રહી ગયો હેરાન, જુઓ વીડિયો

આજનો જમાનો આધુનિક થઇ ગયો છે અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થતી જોવા મળી રહી છે. એક સમયે ખરીદી કરવા માટે ખિસ્સામાં રોકડા રૂપિયા લઈને ફરવું પડતું હતું ત્યારે આજના સમયમાં ખિસ્સામાં એક રૂપિયો પણ રાખ્યા વગર ઓનલાઇન પેમેન્ટ કરીને જ તમે ચૂકવણીઓ કરી શકો છો. મોલ અને શોપિંગ સેન્ટરમાં પણ હવે કેસ લેસ સુવિધાઓ મળી રહી છે. ત્યારે આવી જ એક પેમેન્ટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં એક વ્યક્તિ પોતાના માસ્કની અંદર પોતાનું કાર્ડ છુપાવતો જોઈ શકાય છે. આ પછી વ્યક્તિ ખરીદી કર્યા પછી કાઉન્ટર પર બિલિંગ માટે જાય છે. દુકાનદાર પેમેન્ટ મશીન ખસેડતાની સાથે જ તે વ્યક્તિ એવો જાદુ બતાવે છે કે તમે પણ હસવા લાગશો. વ્યક્તિ તેના મોં પાસે પેમેન્ટ મશીન લાવે છે અને પેમેન્ટ થઈ જાય છે.

દુકાનદાર વ્યક્તિની આ કામથી સંપૂર્ણપણે સ્તબ્ધ છે. જો તમને પણ અગાઉથી બતાવવામાં ન આવ્યું હોત કે કાર્ડ વ્યક્તિના માસ્કની અંદર છુપાયેલું છે, તો તમે પણ હેરાન રહી ગયા હોત. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ભગવાન હંમેશા મદદ કરે છે. આ વિડિયો ખરેખર રમુજી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

માત્ર 30 સેકન્ડનો આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં, હજારો લોકોએ વીડિયોને લાઈક અને રીટ્વીટ પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં કેટલાક લોકો હસતા જોવા મળ્યા તો કેટલાક ફની રિએક્શન આપતા જોવા મળ્યા. દુકાનદાર પણ આ રીતે આ ભાઈને પેમેન્ટ કરતા જોઈને હક્કાબક્કા રહી ગયો હતો.

Niraj Patel