પાવાગઢ રોપ-વેમાં સર્જાઇ ખામી, પિલરની ગરગડીમાંથી ઉતરી ગયો કેબલ, યાત્રાળુઓના જીવ તાળવે ચોંટ્યા
Pavagadh Ropeway Technical Issue : યાત્રાધામ પાવાગઢ ખાતે ગત મોડી સાંજે રોપ-વેના પિલર નંબર-4ની ગરગડીમાંથી કેબલ ઊતરી ગયો હતો અને તેને કારણે રોપ-વે સેવા અટકી ગઈ હતી. આ ઘટનાને કારણે 10થી વધુ બોગીમાં સવાર યાત્રાળુઓના જીવ પણ તાળવે ચોંટ્યા હતા અને તેઓ અધવચ્ચે જ અટવાયા હતા.
ઉડનખટોલામાં અધવચ્ચે ફસાયા યાત્રાળુઓ
જો કે, તાત્કાલિક કેબલને ફરીવાર ગરગડી પર ચડાવવાની કામગીરી શરૂ કરાઇ હતી અને લગભગ અડધો કલાક આ કામગીરી ચાલી હતી. જો કે, સારી વાત તો એ છે કે આ ઘટાનમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. પાવાગઢ ખાતે રોપ-વેનું સંચાલન ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવે છે.
કોઇને ઇજા કે જાનહાનિ થઇ નહોતી
ઘટનાને કારણે રોપ-વેમાં જે લોકો ફસાયા હતાં તેઓ પેનિક ન થાય એટલે થઇને એ માટે લાઉડસ્પીકરમાં વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે હજુ તો ચારેક મહિના પહેલા જ પાવાગઢના માચી ખાતે નવા બની રહેલા રેનબસેરાના પિલરનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો,
View this post on Instagram
પહેલા પણ સર્જાઇ ચૂકી છે દુર્ઘટના
જેને લઇને દર્શન કરવા આવેલાં 3 મહિલા, 3 પુરુષ અને બે બાળક ઇજાગ્રસ્ત થયાં હતાં, તેમજ વડોદરાના વાઘોડિયા રોડની એક મહિલાનું મોત થયુ હતું.