માતાના ખોળામાં ગભરાયેલા બાળકો, પોતાનાઓને ગળે લગાડીને છલકાયા આંસુ, યુક્રેનની આ તસવીરો દિલને પીગળાવી રહી છે

રુસ-યુક્રેન વચ્ચેના યુદ્ધને લીધે ચારે તરફ ડરનો માહોલ સર્જાયો છે. યુક્રેનની રાજધાની કિવમાં ધમાકાઓ થઇ રહ્યા છે જેને લીધે ત્યાંના લોકો ભયભીત થઇ ગયા છે અને ત્યાંની ખુબ દયનિય તસવીરો સામે આવી રહી છે, જે ત્યાંના લોકોની સ્થિતિ વર્ણવી રહી છે.

સામે આવેલી આ તસવીરોમાં એક માતાના ખોળામાં એક બાળક ઊંઘી રહ્યું છે પણ માતાની ઊંઘ ચિંતાને લીધે ગાયબ છે.

કીવમાં ઇમારતોના બેઝમેન્ટ્સ બૉમ્બ શેલ્ટરની જેમ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે, જેમાં પોતાની માતાને લપેટાયેલી આ દીકરીની તસવીર દિલને પીગળાવી રહી છે અને બંનેના ચહેરા પર ચિંતા અને ડર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

આ તસવીરમાં એક શિક્ષિકા પોતાના વિદ્યાર્થીને ગળે લગાડતી જોવા મળે છે. લોકો પોતાની સુરક્ષા માટે પલાયન કરી રહ્યા છે.  પિતાના ખોળામાં રહેલી આ દીકરી પૂર્વી યુક્રેનના ખારકીવથી ટ્રેન દ્વારા પોલેન્ડ પહોંચી છે.

આ તસવીરમાં લોકો પોલેન્ડના કૈટોવાઇસમાં રૂસના મિલિટ્રી ઓપરેશનના વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે જમા થયેલા છે. યુક્રેનમાં માતાઓ પોતાના બાળકોને સંભાળતી જોવા મળી છે જેને જોવું ખુબ જ દયનિય છે, અને લોકો આ સંકટ જલ્દી જ ખતમ થવાની દુઆઓ માંગી રહ્યા છે.

કીવમાં કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો છે અને શેલ્ટરમાં હાજર લોકો મોબાઈલ દ્વારા રૂસ-યુક્રેનની અપડેટ્સ મેળવી રહ્યા છે અને પરિસ્થિતિ સામાન્ય બનવાની દુઆઓ કરી રહ્યા છે.

Krishna Patel