“પઠાણ” સર્જશે નવો વિક્રમ, 2 દિવસમાં જ પાર કરી લેશે 100 કરોડનો આંકડો, જાણો શું કહે છે ટ્રેડ રિપોર્ટ્સ ?, જુઓ
છેલ્લા ઘણા સમયથી બોલિવુડની ફિલ્મો બોયકોટ ટ્રેંડમાં ચાલી રહી છે, ત્યારે અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ “પઠાણ” પણ ખુબ જ વિવાદોમાં રહી હતી, અને દેશભરમાં તેને બોયકોટ કરવાની પણ માંગણી ચાલી રહી હતી, પરંતુ આજે જયારે થિયેટરમાં ફિલ્મ રિલીઝ થઇ ગઈ છે એ સાથે જ નવો વિક્રમ પણ સ્થાપી દીધો છે, આ ફિલ્મે તેના એડવાન્સ બુકિંગમાં જ તાબડતોબ કમાણી કરી લીધી છે.
ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. શરૂઆતના આંકડાઓને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવી શકે છે. Boxofficeindia.com અનુસાર, સોમવાર સુધી, ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા લગભગ 40 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે મંગળવાર અને બુધવારના આંકડાને જોડીને ફિલ્મ લગભગ 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે છે. આ રીતે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.
શાહરૂખ ખાન ચાર વર્ષ પછી બોક્સ ઓફિસ પર દસ્તક આપવા જઈ રહ્યો છે. આ રીતે, આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે કારણ કે શાહરૂખ ખાનની અગાઉની ફિલ્મ ઝીરો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. પરંતુ પઠાણને જે પ્રારંભિક પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ ઉભી થઈ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળશે. જેના કારણે તેના ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.
શાહરૂખ ખાન સ્ટારર પઠાણે એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને તેની રિલીઝ પહેલા ફિલ્મની 4 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. હવે આ આંકડો વધુ વધવાની ધારણા છે. ટ્રેડના આંકડા અનુસાર, ફિલ્મની અત્યાર સુધીમાં 4 લાખ 19 હજાર ટિકિટ વેચાઈ છે. બોલિવૂડની કોઈપણ ફિલ્મ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સિવાય હ્રતિક રોશનની ‘વૉર’ 4 લાખ 10 હજારના એડવાન્સ બુકિંગ સાથે બીજા સ્થાને છે.
એટલું જ નહીં, ટ્રેડ રિપોર્ટ્સનો દાવો છે કે ફિલ્મ બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી શકે છે. ફિલ્મની રિલીઝના બીજા દિવસે (પ્રજાસત્તાક દિવસ)નો બિઝનેસ હિન્દી બેલ્ટમાં ફીચર ફિલ્મ માટે અત્યાર સુધીનો સૌથી વધુ બિઝનેસ હોઈ શકે છે. આ સિવાય ફિલ્મ રિલીઝ થયા પછી લાંબો વીકએન્ડ પણ છે એટલે પહેલું વીકએન્ડ લોંગ વીકએન્ડ હશે એટલે કમાણી વધુ થવાની આશા છે.