ખબર

રાજકોટ : જૂના અને જાણિતા પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

રાજકોટની પ્રસિદ્ધ રેસ્ટોરન્ટના માલિકે હસમુખભાઈ પટેલે કરી આત્મહત્યા, કારણ જાણીને તમને પણ ઘણું દુઃખ થશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ઘણીવાર આર્થિક સંકળામણને કારણે તો ઘણીવાર માનસિક કે શારીરિક હેરાનગતિને કારણે તો ઘણા પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ અને ઘણા પારિવારિક સમસ્યાને કારણે આવું પગલુ ભરતા હોય છે. છેલ્લા ઘણા સમયમાં આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે હાલ રાજકોટમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વહેલી સવારે પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિક હસમુખભાઈ પાંચાણીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

આ ઘટનાની માલવિયાનગર પોલિસ તપાસ કરી રહી છે. રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આનંદ બંગલા ચોક, કૃષ્ણનગર મેઈન રોડ પર આકાશ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં રહેતા હસમુખભાઈ વહેલી સવારે ઘરના હોલમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર તે અને તેમની પત્ની રાત્રે એક રૂમમાં સાથે સૂતા હતા પરંતુ વહેલી સવારે જયારે હસમુખભાઈના પત્નીની આંખ ખુલી તો તેઓ તેમના પતિને શોધતા હોલમાં ગયા ત્યારે જ હસમુખભાઈના પત્નીએ તેમને આવી હાલતમાં જોયા.

Image source

જે બાદ તેમણે પરિવારજનોને જાણ કરી હતી જે બાદ પરિવારજનો એકઠા થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા માલવીયાનગર પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. જે બાદ લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટના છે અને તેમને સંતાનમાં ત્રણ દીકરા છે. છેલ્લા કેટલાક સમયથી ભાયું ભાગ અને આર્થિક સંકળામણને કારણે તેઓ ચિંતામાં રહેતા અને તેના કારણે જ તેમણે આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનું હાલ ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે હવે પોલિસ તપાસમાં આ કેસ બાબતે શું માહિતી આવે છે તે જોવાનું રહેશે.