શાકભાજીનો ધંધો કરતા ગૌરવને એક મહિલા લીલીવાડી હોટલ પાસે લઇ ગઈ, પછી ચાલુ થયો ખેલ…..
ગુજરાતમાં હનીટ્રેપની ઢગલાબંધ ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં રૂપાળી દેખાતી યુવતીઓના ચક્કરમાં ઘણા લોકો પડતા હોય છે અને પછી મીઠી મીઠી વાતો કરીને આ યુવતીઓ અને મહિલાઓ તેમને પોતાના પ્રેમજાળમાં ફસાવીને પછી બ્લેકમેલ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવી પણ લેતી હોય છે. ત્યારે હાલ આવો જ એક મામલો પાટણમાંથી સામે આવ્યો છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા ગૌરવ પટનીને એક મહિલાનો ફોન આવ્યાના થોડા સમય બાદ તેને મળવા માટે લીલીવાડી હોટલ પાસે બોલાવ્યો હતો. જેમાં ગૌરવના પહોંચતા પહેલા જ મહિલાએ તેને ફસાવવાનું કાવતરું કરી રાખ્યું હતું. ગૌરવના પહોંચતા પહેલા જ પ્લાનિંગ મુજબ હનીટ્રેપની ગેંગના સભ્યો ત્યાં પહોંચી ગયા હતા.

ગૌરવ જેવો જ મહિલા પાસે પહોંચ્યો કે ગેંગના સભ્યો પણ આવી ગયા અને તેને કેમ હેરાન કરે છે એમ કહીને તેનું અપહરણ કરી લેવામાં આવ્યું. જેના બાદ તેને ગાડીમાં બેસાવી ડરાવી ધમકાવીને પ્રગતિ મેદાન અને ત્યારબાદ આધાર ગામની સીમમાં લઇ ગયા અને માર માર્યો. જેના બાદ આ મામલાની પતાવટ કરવા માટે તેની પાસે પાંચ લાખ રૂપિયાની પણ માંગણી કરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ ગૌરવના પરિવારનોને થતા જ તેઓ પોલીસ સ્ટેશન મદદ માટે પહોંચ્યા હતા. આ મામલે પોલીસ પણ તરત જ એક્શનમાં આવી ગઈ અને મામલાની ગંભીરતા સમજી અને તાત્કાલિક તપાસ પણ હાથ ધરી હતી. જેના બાદ પોલીસને બાતમી મળતા જ તેમને હનીટ્રેપમાં ફસાવનારી ગેંગના 5 સભ્યોને પકડી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ મામલે 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં હજુ સુધી 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે.