બજારમાં આવ્યા પેસ્ટ્રી પકોડા, જોઈને લોકોના દિમાગનો પારો સાતમાં આસમાને ચઢી ગયો.. તમે પણ જોઈને કહેજો કેવા લાગ્યા ? જુઓ વીડિયો

આ ભાઈએ પેસ્ટ્રી લઈને બનાવ્યા તેના પકોડા તો યુઝર્સનું આવ્યું એવું રિએક્શન કે જોઈને તમે પણ 2-4 સંભળાવી દેશો… જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાય વીડિયોની અંદર એવી એવી વાનગીઓ જોવા મળે છે કે તમારી જીભને પણ ચટકારો લાગી જાય. તો ઘણા લોકો કેટલીક ખાણીપીણીની વસ્તુઓ સાથે એવા એવા અખતરા કરે છે કે આપણું દિમાગ પણ છટકી જાય.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ભાઈ પેસ્ટ્રીના પકોડા બનાવતો જોવા મળી રહ્યો છે. પેસ્ટ્રી ખાવાનું દરેકને પસંદ હોય છે, તો પકોડાના શોખીનો પણ દુનિયાભરમાં છે. પરંતુ જો આ બંનેને મિક્સ કરીને કોઈ પેસ્ટ્રી પકોડા બનાવે તો તમારું દિમાગ પણ ચોક્કસ છટકવાનું છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ પેસ્ટ્રીને બેસનના ખીરામાં નાખે છે અને પછી તેને કોટિંગ કરીને ફ્રાય કરે છે. જેના બાદ તે તોડીને આ પકોડા બતાવી રહ્યો છે. ત્યારે આ વીડિયોને જોઈને કેટલાય લોકોના દિમાગનો પિત્તો ગયો છે અને આ વાયરલ વીડિયો પર પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપવા લાગ્યા છે.

આ વાનગી કોઈને પસંદ તો નથી આવી પરંતુ આ વિચિત્ર વાનગી જોઈને લોકોને ગુસ્સો જરૂર આવી ગયો છે. chatore_brothers નામના યુઝરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “માફ કરશો મિત્રો.” આ વીડિયો પર ઘણા લોકોએ પોત-પોતાની પ્રતિક્રિયા આપી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, “ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ કરવાની નિન્જા ટેકનિક.” અન્ય એક યુઝરે લખ્યું, “આવા લોકો પર પ્રતિબંધ લગાવો! તેઓ ભોજનનો સ્વાદ બગાડે છે.”

Niraj Patel