ટ્રેનમાંથી મોબાઈલ ચોરનો વધુ એક વીડિયો આવ્યો સામે, આ વખતે પણ પેસેન્જરે બારીમાંથી દબોચી લીધો અને 10 કિલોમીટર સુધી… જુઓ વીડિયો

ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ ચોરીની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ઘણીવાર કેટલાક ચોર એટલા શાતીર હોય છે કે ચાલુ ટ્રેનમાં જ તે બહારથી તમારો મોબાઈલ હેઠવી લેતા હોય છે. તો ઘણીવાર તમે બારી પાસે મોબાઈલ મુકો અને જેવી ટ્રેન ઉપડે કે તરત જ તે તમારો મોબાઈલ લઈને છુમંતર થઇ જતા હોય છે. થોડા દિવસ પહેલા જ એવા એક ચોરને પેસેન્જરે પાઠ ભણાવ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો, ત્યારે હવે વધુ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં ચોરને પેસેન્જરે દબોચી લીધો અને બારીએ જ 10 કિલોમીટર સુધી લટકાવી રાખ્યો.

આ ઘટના ભાગલપુરમાંથી સામે આવી છે . જ્યાં એક ચોર જમાલપુર-સાહિબગંજ પેસેન્જર ટ્રેનની બારીમાંથી મુસાફરનો મોબાઈલ ચોરીને ભાગવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયો હતો. હવે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ટ્રેનની બારીમાંથી લટકતો ચોર જીવની ભીખ માંગતો જોવા મળે છે. તે પોતાને ન છોડવા વિનંતી કરે છે.

આ ઘટના લૈલાખ-ઘોઘા રેલ્વે સ્ટેશનની વચ્ચેની છે. જ્યાં ચોર ટોળકી મોબાઈલની ચોરી કરીને ભાગી રહી હતી. દરમિયાન, ટ્રેન ચાલુ થઈ અને અન્ય ચોર ભાગી છૂટવામાં સફળ થયા, પરંતુ અન્ય ચોરને મુસાફરોએ બારીમાંથી પકડી લીધો. પકડાયેલા ચોરના બંને હાથ ટ્રેનની અંદર ખેંચાઈ ગયા અને ચોર ટ્રેનની બહાર લટકતો રહ્યો.

ટ્રેન ખૂબ જ ઝડપે આગળ વધી રહી હતી અને ચોર મુસાફરોને વારંવાર વિનંતી કરતો હતો કે તેનો હાથ ન છોડો, નહીં તો તે મરી જશે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાંથી લટકતો ચોર મુસાફરોને કહી રહ્યો છે  “ભાઈ, હાથ ન છોડશો.” બાદમાં મુસાફરો દ્વારા ચોરને ઈમરજન્સી વિન્ડોની અંદર ખેંચવામાં આવ્યો અને તેને જોરદાર માર માર્યો. આ ચોર ક્યાંનો હતો તેના વિશે હજુ કોઈ જાણકારી મળી નથી.

Niraj Patel