લો બોલો…આ ભાઈ પ્લેનમાં બેઠા..અને એરહોસ્ટેસને બોલાવીને કહ્યું..”મેડમ બારી ખોલોને ગુટખા થૂંકવી છે…” વાયરલ થઇ ગયો વીડિયો

પ્લેનમાં બેઠેલા મુસાફરે એરહોસ્ટેસને બોલાવી કહ્યું, “બારી ખોલો.. ગુટખાની પિચકારી મારવી છે..” પછી એરહોસ્ટેસે કર્યું એવું કે વીડિયો જોઈને મોજ પડી જશે… જુઓ

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષય પર બનતા હજારો વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે આપણને પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેતા હોય છે. તો ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળે છે જે જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈ છીએ. પ્લેન મુસાફરીના પણ ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. મોટાભાગે આપણે જોયું છે કે પ્લેનમાં બેસીએ ત્યારે બારીઓ બંધ જ હોય છે, તે ખુલી શકતી નથી, ત્યાં ફક્ત એક કાચ લાગેલો હોય, જેમાંથી બહાર જોઈ શકીએ. ત્યારે પ્લેનમાં બેઠેલા એક મુસાફરે એવું કર્યું કે બધા જ હસી હસીને બઠ્ઠા વળી ગયા.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ટેકઓફ થવાની તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે જ એરહોસ્ટેસ બધાને સીટબેલ્ટ પહેરવાનું કહેતા સાંભળી શકાય છે. આ દરમિયાન જ ફ્રેમમાં એક છોકરો પણ દેખાય છે જે તે હાથમાં ગુટખાની જેમ કંઈ મસળી રહ્યો છે. તે એરહોસ્ટેસને બોલાવે છે અને પછી જે કહે છે તે ખુબ જ મજેદાર છે.

 

View this post on Instagram

 

A post shared by VIDEO NATION (@videonation.teb)

તે છોકરો એરહોસ્ટેસને કહે છે કે, “બારી ખોલી નાંખોને.. ગુટખા થૂંકવી છે.” આ સાંભળીને એરહોસ્ટેસ સમેત પ્લેનમાં બેઠેલા અન્ય પેસેન્જર પણ પેટ પકડીને હસવા લાગે છે. ત્યારે આ ઘટનાને સામેની સીટ પર બેઠેલા કોઈએ મોબાઈલમાં કેદ કરી લીધી અને હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.જોકે આ પ્રેન્ક કે સ્ક્રિપ્ટેડ વીડિયો છે તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું.

Niraj Patel