તમારું પાર્ટનર મોબાઈલમાં શું જોઈ રહ્યું છે ? તે જોવા માટે અપનાવો આ જુગાડ, જુઓ વીડિયો કેવી રીતે થયો પતિનો પર્દાફાશ

આવી હોશિયાર પત્ની હોય તો પતિની એક ચાલાકી પણ કામ ના લાગે, જુઓ પત્નીએ પતિનો મોબાઈલ ચેક કરવા કેવો જુગાડ અપનાવ્યો ! રંગે હાથ ઝડપાયો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયાની અંદર લોકો એટલા ઊંડા ઉતરી ગયા છે કે આપણી પાસે બેઠેલું વ્યક્તિ પણ આપણાથી હજારો કિલોમીટર દૂર કોઈ બીજા વ્યક્તિ સાથે જોડાયેલું હોય છે. ત્યારે ઘણા લોકો પોતાના પાર્ટનરને પણ ઉલ્લુ બનાવતા હોય છે. પરંતુ ઘણી ચાલાક પત્નીઓ અને પ્રેમિકાઓ તેમના પાર્ટનરનો પર્દાફાશ કરી જ દેતી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પત્ની પોતાના પતિનો ખુબ જ ચાલાકીથી પર્દાફાશ કરતી જોવા મળી રહી છે. પતિ તેની પત્નીને બેવકૂફ બનાવવાના પ્રયત્નો જરૂર કરે છે, પરંતુ તે છતાં પણ તે પકડાઈ જાય છે અને પછી જોવા જેવી થાય છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે પતિ તેની પત્નીને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તે ભૂલી ગયો કે તેની પત્ની તો વધારે પડતી જ સ્માર્ટ છે, પત્નીએ સુતા સુતા જ એવો જુગાડ વાપર્યો જેના દ્વારા પતિ તેના મોબાઈલમાં શું જોઈ રહ્યો છે તે તેને જાણી લીધું. જે પતિ બીજી તરફ સુતા સુતા જોઈ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


પતિ તેના મોબાઈલની અંદર બિકી વાળી છોકરીઓની તસવીર જોઈ રહ્યો હતો. ત્યારે પત્નીએ તેની સામેની તરફ સુતા સુતા પોતાના પગના અંગુઠાની અંદર એક નાનો અરીસો છુપાવીને રાખી દીધો. જેમાં તેને પતિ મોબાઈલમાં શું કરી રહ્યો છે તે દેખાઈ ગયું.જેના બાદ પતિ પગથી જ પતિને મારતી જોવા મળી રહી છે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel