ગજબનો ટેલેન્ટેડ છે આ પોપટ, એવી રીતે નટમાંથી બોલ્ટ છૂટો પાડ્યો કે વીડિયો જોઈને હક્કાબક્કા રહી જશો, જુઓ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે વાયરલ વીડિયોનું એક મોટું હબ બની ગયું છે, સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ પ્રકારના વીડિયો પોસ્ટ કરતા હોય છે જેને જોવાનું પણ લોકો ખુબ જ પસંદ કરે છે, ખાસ કરીને પશુ પક્ષીઓ સાથે જોડાયેલા વીડિયો જોવામાં લોકોને અનેરો આનંદ આવતો હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક પોપટની ગજબની આવડતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની જીભથી નટબોલ્ટ ખોલતો જોવા મળી રહ્યો છે, લોકોને પણ પોપટનુ આ ટેલેન્ટ ખુબ જ પસંદ આવી રહ્યુ છે અને દર્શકો તેની પ્રસંશા કરતા થાકતા નથી. પોપટની આ ગજબ આવડત લોકોનું દિલ જીતી રહી છે.

વીડિયોમાં એક પોપટ તેના પંજા અને ચાંચ સાથે નટ બોલ્ટને પકડીને ઊભેલો જોઈ શકાય છે. પોપટ અચાનક તેની જીભ અને ચાંચની મદદથી નટમાંથી બોલ્ટને બહાર કાઢવાનું શરૂ કરે છે. ધીમે ધીમે હોંશિયાર પક્ષી નટને બોલ્ટથી અલગ કરી દે છે, જેનાથી દર્શકો સ્તબ્ધ થઈ જાય છે. આ વીડિયોને ટ્વિટર પર ફિગન નામના યુઝરે શેર કર્યો હતો અને શેર કર્યા બાદ તેને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે.

24 સેકન્ડના આ અદ્ભુત વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને સ્તબ્ધ કરી દીધા છે અને તેમને ટિપ્પણીઓમાં પોપટ માટે તેમના વિચારો શેર કર્યા છે. ઘણા યુઝર્સ આશ્ચર્ય પામ્યા કે પોપટ આવા જટિલ કાર્ય સાથે કેટલી સરળતાથી સામનો કરે છે, જ્યારે ઘણા લોકોએ પક્ષીની અસાધારણ પ્રતિભાની પ્રશંસા કરી. ઘણા યુઝર્સે ઈમોજી દ્વારા પણ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

Niraj Patel