પુલ..ફેયરીટેલની સજાવટ…સપનાની દુનિયાથી કમ નથી પરમિશ વર્માની પત્નીનું બેબી શૉવર, પિન્ક ડ્રેસમાં ગીતે ફ્લોન્ટ કર્યું બેબી બમ્પ

આવું લક્ઝુરિયસ અને સુંદર બેબી સાવર તમે જિંદગીમાં કોઈ દિવસ નહિ જોયું હોય…પિન્ક ડ્રેસમાં ગીતે ફ્લોન્ટ કર્યું બેબી બમ્પ

સંગીત દુનિયાના જાણીતા એવા પંજાબી સિંગર પરમિશ વર્માના ઘરે અમુક જ દિવસોમાં કિલકારીઓ ગુંજવાની છે. પરમિશની પત્ની ગીત ગ્રેવાલ ગર્ભવતી છે અને તે અમુક દિવસોમાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. તાજેતરમાં જ ગીતના બેબી શૉવરની ભવ્ય રીતે  ઉજવણી કરવામાં આવી હતી તેની તસવીરો પણ પરમીશે ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.

બેબી શોવર માટે પિન્ક થીમ રાખવામાં આવી હતી, માટે તસ્વીરોમાં સમગ્ર વસ્તુ પિન્ક કલરની જ જોવા મળશે. ગીત પિન્ક ગાઉનમાં ખુબ જ સુંદર લાગી રહી છે.પિન્ક ગાઉન સાથે ગીતે વાળમાં હાઈ બન બનાવ્યું છે અને લાઈટ મેકઅપ કર્યો છે અને હાઈ હિલ્સ પણ પહેર્યા છે જયારે પરમિશ બ્લેક સૂટ બૂટમાં જોવા મળ્યો છે. કપલે એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો પણ ક્લિક કરાવી છે.

તસ્વીરમાં ગીત બેબી ફ્લોન્ટ કરી રહી છે અને તેના ચેહરા પર પર પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તસ્વીરમાં બંને એકબીજાની આંખોમાં નાખો નાખીને રોમેન્ટિક થયેલા દેખાઈ રહ્યા છે. તસવીરમાં પુલ અને તેના કિનારા પર પેસ્ટલ પિન્ક અને બ્લુ થીમની સજાવટ પણ દેખાઈ રહી છે, જે એદકમ મોહિત કરી દેનારી છે.

ફેયરટીલ સજાવટથી લઈને ટેડીબિયર્સ સુધી બધી જ વસ્તુ સપનાની દુનિયાથી કમ નથી લાગી રહી. એક તસવરીમાં બેબી V પણ લખેલું દેખાઈ રહ્યું છે. તસ્વીરોને શેર કરીને પરમીશે લખ્યું કે,”અમારા સપના સાચા થઇ રહ્યા છે, ભગવાન દયાળું છે. લવ યુ બેબી એન્ડ બેબી V “. ચાહકો પરમીશની અને તેની પત્નીની તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે અને ચાહકોની સાથે સાથે ઇન્ડસ્ટ્રીના લોકો પણ તેઓને આવનારા બાળક માટે શુભકામનાઓ આપી રહ્યા છે.

પરમીશે વર્ષ 2021માં લોન્ગ ટાઈમ કેનેડાઇ ગર્લફ્રેન્ડ ગીત ગ્રેવાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના છ જ મહિના બાદ બંનેએ માતા-પિતા બનવાની જાણ સોશિયલ મીડિયા દ્વાર કરી હતી. તે સમયે પરમીશે પત્ની સાથેની તસ્વીર શેર કરીને કહ્યું હતું કે,”અમને આ ખબર તમને જણાવતા ખુશી થઇ રહી છે કે, અમે માતા-પિતા બનવા જઈ રહ્યા છીએ. ભગવાન તમે અમારા જીવનમાં જે આશીર્વાદ આપ્યા છે, તેના માટે આભાર. વાહેગુરૂ મેહર કરે”.

પરમિશ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય પંજાબી સિંગરમાના એક છે. પરમિશને સાચી ઓળખ ગલની કડની અને શાડા જેવા ગીતો દ્વારા મળી હતી. પરમિશ અવાર નવાર પત્ની સાથેની તસવીરો શેર કરતા રહે છે અને પ્રેમ લુંટવાતા રહે છે. હાલ પરમિશ-ગીત માતા-પિતા બનવાની ક્ષણને એન્જોય કરી રહ્યા છે અને પરમિશ પત્નીનું આ સમયે ખુબ ધ્યાન રાખી રહ્યા છે.

Krishna Patel