હવે બસ કરો યાર…ગુસ્સે થઇ ગઇ પરિણીતિ ચોપરા, વીડિયો જોઇ નારાજ થયા લોકો, બોલ્યા- આટલું પણ શું…
Parineeti Chopra Loses Her Cool : બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગયા મહિને જ સગાઈ કરી છે. પરિણીતી તેની સગાઈ બાદથી ઘણી હેડલાઈન્સમાં છે. જો કે પરિણીતી લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ આ સમયે તેનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે એક અલગ જ લુકમાં જોવા મળી રહી છે. પરિણીતી ચોપરાને તમે ગુસ્સે થતી ભાગ્યે જ જોઈ હશે, પરંતુ હાલમાં તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પેપરાજી પર ગુસ્સે થતી જોવા મળી રહી છે.
સગાઈ બાદ પરિણીતી ચોપરા બહાર બહુ જોવા મળી નથી. આવી સ્થિતિમાં, જ્યારે તે લાંબા સમય પછી મુંબઈમાં જોવા મળી ત્યારે પેપરાજીએ તેને ઘેરી લીધો. પેપરાજી તેને ફોટો ક્લિક કર્યા વિના જવા દેતા ન હતા અને આ દરમિયાન અભિનેત્રી ખૂબ ગુસ્સે થઈ ગઈ. આ કદાચ પહેલી વાર હતું જ્યારે પરિણીતી આટલી ગુસ્સામાં જોવા મળી હતી. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
કેટલાક ચાહકોનું કહેવું છે કે લાંબા સમયથી ચાલી રહેલ ઇવેન્ટને કારણે પરિણીતી ખૂબ જ થાકી ગઈ હતી અને તે ઘરે વહેલા પહોંચીને આરામ કરવા માંગતી હતી. આથી જ તેણે પેપરાજીને પોઝ પાડવાની ના પાડી હતી. હાલમાં પરિણીતી મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી. તેણે પિંક સૂટ સાથે ગોલ્ડન હેવી ઈયરિંગ્સ કેરી કરી હતી. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઇવેન્ટ મોડા સુધી ચાલ્યુ એને તેને કાણે પરિણીતિ થોડી અસ્વસ્થ દેખાતી હતી.
જ્યારે તે હોટલમાંથી બહાર આવી રહી હતી ત્યારે પેપરાજીએ તેને રોકી અને ફોટો ક્લિક કરવા માંગતા હતા પણ તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. ફોટો આપવાનો ઇનકાર કરતાં તેણે કહ્યું – હમણાં નહીં, યાર… જો કે, પરિણીતોનું આ વર્તન ફેન્સને બિલકુલ પસંદ ન આવ્યું અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘પરિણિતીએ રાજકારણીની પત્નીની જેમ ડ્રેસિંગ કરવાનું શરૂ કરી દીધું છે’. બીજાએ લખ્યું, ‘ડ્રામા દેખીએ ઇનકા’.
તો એક બીજાએ લખ્યું, ‘નાટક કર રહી હૈ’. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણિતી ચોપરા ઈમ્તિયાઝ અલી દ્વારા દિગ્દર્શિત ‘ચમકિલા’માં દિલજીત દોસાંઝ સાથે જોવા મળશે. ફિલ્મની વાર્તા પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. ચમકીલા ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ પહેલા પરિણીતી ફિલ્મ ઊંચાઇ અને કોડ નેમ તિરંગામાં જોવા મળી હતી.