મહાકાલના દર્શને પહોંચ્યા બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને તેનો પતિ રાઘવ ચઢ્ઢા, અડધા કલાક સુધી કર્યો શાંતિ પાઠ, જુઓ વીડિયો

લગ્નના બરાબર એક મહિના પહેલા જ પોતાના થનારા ભરથાર સાથે મહાકાલના દર્શને પહોંચી પરિણીતી ચોપરા, તસવીરો અને વીડિયો થઇ રહ્યા છે વાયરલ, જુઓ

Parineeti Chopra Worship At Ujjain Mahakal : બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ 13 મે, 2023ના રોજ દિલ્હીમાં સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી. સગાઈ પહેલા બંનેએ પોતાના સંબંધો પર મૌન તોડ્યું ન હતું. જ્યારે પણ તેઓ સાથે જોવા મળતા ત્યારે તેઓ બોલ્યા વગર જ ચાલ્યા જતા હતા. અને તેઓ હવે લગ્ન કરવા જઈ રહ્યા છે. 25 સપ્ટેમ્બરે આ બંને એકબીજા સાથે સાત સાત ફેરા લેશે. સાથે જીવવા અને મરવાના શપથ લેશે. પરંતુ તેના એક મહિના પહેલા જ બંને ઉજ્જૈન મહાકાલ પહોંચી ગયા હતા. ત્યાં બાબાના દરબારમાં પૂજા કરી. જેના વીડિયો અને તસવીરો સામે આવી છે.

ભસ્મ આરતીમાં ભાગ લીધો :

પરિણીતી ચોપરા મંગેતર અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે બાબા મહાકાલના દરબારમાં પહોંચી હતી. ત્યાં તેમણે શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના નિયમોનું પાલન કરીને નંદી હોલમાંથી ભગવાનનું પૂજન કર્યું હતું. ચાંદીના દ્વાર પર માથું ટેકવીને બાબા મહાકાલના આશીર્વાદ લીધા હતા. માહિતી આપતાં મહાકાલ મંદિરના પૂજારી પંડિત યશ ગુરુએ જણાવ્યું કે પરિણિતી ચોપરા બાબા મહાકાલની વિશિષ્ટ ભક્ત છે. 26 ડિસેમ્બર, 2022ના રોજ તેણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. આ પછી, લગ્ન પહેલા, તે બાબા મહાકાલના આશીર્વાદ લેવા માટે રાઘવ ચઢ્ઢા સાથે 26 ઓગસ્ટના રોજ ઉજ્જૈન આવી હતી.

સાડી ફેરીની આવી પરિણીતી :

પંડિત યશ ગુરુએ જણાવ્યું કે નંદી હોલમાં અભિનેત્રી પરિણીતી ચોપરાએ રાઘવ ચડ્ડા સાથે શ્રી સૂક્તના પાઠ સાથે બાબા મહાકાલની વિશેષ પૂજા કરી હતી. આ દરમિયાન તે બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળી હતી. પહેલાની જેમ આ વખતે પણ પરિણીતી ચોપરા સાડી પહેરેલી જોવા મળી હતી. તે જ સમયે, રાઘવ ચઢ્ઢા તેના ખભા પર ધોતી અને શાલ લપેટીને બાબા મહાકાલના દર્શન કરવા આવ્યા હતા. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આવતા મહિને બંધાશે લગ્નના બંધનમાં :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન પંજાબી રીતિ-રિવાજથી થશે. 25 સપ્ટેમ્બરની તારીખ જણાવવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી સત્તાવાર માહિતી આવી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન રાજસ્થાનમાં થશે. મોટી બહેન પ્રિયંકા ચોપરાની જેમ તે મુંબઈમાં નહીં પરંતુ રાજસ્થાનના કોઈ શહેરમાં કરશે. ભૂતકાળમાં, તે રાઘવ ચડ્ડા સાથે સ્થળ જોવા પણ ગઈ હતી. એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અક્ષય કુમાર સાથે ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’નું શૂટિંગ કરી રહી છે.

Niraj Patel