વડોદરા બોટ કાંડમાં આ છે મોતના સોદાગરો: પોલીસે આટલા લોકોને ઝડપ્યા

વડોદરામાં હરણીના મોટનાથ તળાવમાં થયેલી આજની ભયંકર દુર્ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. જેને લઈને સરકારે મેજિસ્ટ્રેટને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. સરકારે આ મામલે ઉચ્ચકક્ષાએ તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે અને જિલ્લો મેજિસ્ટ્રેટને વિગતવાર રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.

બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યાની સાથે જ ફટાફટ હોસ્પિટલમાં એડમિટ આવ્યા હતા. બાળકોના રેસ્ક્યૂનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે કેવી રીતે બાળકોનું રેસ્કયૂ કરવામાં આવી રહ્યું હતું. રેસ્ક્યૂની હચમચાવી દેતી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જે તમને રડાવી મુકશે.

તમને જણાવી દઈએ કે આ ઘટનામાં બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. જેમાં ટોટલ 15 લોકોના મોત થયા છે. જેમાં 13 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે.

બોટમાં 23 બાળકો, 4 શિક્ષકો, 4 બોટવાળા સહિત કુલ 31 લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર, બોટમાં સવાર તમામ બાળકો ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ મામલે વધુમાં બનાવની કરુણતાને પગલે આપણા CM ભૂપેન્દ્ર પટેલ અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા છે. જેના ભાગરૂપે 5 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ભયાનક હરણી દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 14ના મોત નીપજ્યાં છે. આ મેટર પર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને અત્યારસુધીમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ બનાવમાં 18 લોકો સામે FIR કરવામાં આવી છે.

YC