અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગોસ્વામીની ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાને લઈને વરસાદની આગાહી આવી સામે, જુઓ શું કહ્યું

Paresh Goswami Gujarat Rain Forecast : હાલ ગુજરાતની અંદર વરસાદી માહોલ જામેલો છે અને ઘણા બધા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. તો ઘણા ક્ષેત્રોમાં પૂર જેવી સ્થિતિ પણ ઉભી છે. આ દરમિયાન હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પર પણ ગુજરાતીઓની સતત નજર રહેતી હો કે અને તેમની મોટાભાગની આગાહી પણ સાચી પડતી હોય છે. ત્યારે હવે વધુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીની આગાહી :

પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું કે આગામી 10 દિવસમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે, આ ઉપરાંત ઓગસ્ટમાં વરસાદનું જોર થોડું ઓછું રહેશે પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. 15થી 30 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરામતા વરસાદ જોવા મળશે. તેમને એમ પણ જણવ્યું કે હાલ વરસાદની પેટર્ન ચેન્જ થઇ રહી છે. જેના કારણે પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તરમાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે.

દરિયામાં જોવા મળશે કરંટ :

તેમને વધુમાં જણાવ્યું કે આ સમય દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઓગસ્ટના મહિનાના પાછળના સપ્તાહમાં વરસાદ થવાની સંભાવના છે. તેમને બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી હોવાનું પણ જણાવ્યું અને તેના કારણે દરિયામાં પણ ભારે કરંટ થવાના કારણે પવનની સ્પીડ પણ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમને જણાવ્યું કે આના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને દરિયો તોફાની બની રહ્યો છે. જેના કારણે આઠથી દસ દિવસમાં દરિયામાં તોફાન બનશે.

નવરાત્રીમાં પણ થશે વરસાદ :

ગુજરાતમાં થયેલા વરસાદને લઈને પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષે ચોમાસાનો 100 ટકા ઉપર વરસાદ વરસી ચુક્યો છે. તેમને સપ્ટેબરમાં જુલાઈ કરતા ઓછો વરસાદ થવાની અંગે પણ કરી છે. આ ઉપરાંત તેમને નવરાત્રી દરમિયાન પણ સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે. તેમને જણાવ્યું કે નવરાત્રી દરમિયાન થયેલો વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ નાખશે, સાથે જ ખેડૂતોને પણ વરસાદના કારણે કરોડો રૂપિયાનું નુકશાન કરાવશે.

Niraj Patel