16 વર્ષની નાનકડી જન્નત જુબેરના કિસિંગ સીન આપવા પર કેવું હતુ તેના પિતાનું રિએક્શન ? જાણો

16 વર્ષની આ ટિક્ટોક સ્ટાર જયારે કિસ કરતી હતી, એ જોઈને માબાપ ને કેવું ફીલ થયું, જાણો છો?

પોપ્યુલર ટીવી અભિનેત્રી જન્નત જુબેરે ટેલી વર્લ્ડમાં વર્ષ 2010માં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પગ મૂક્યો હતો. જેવી રીતે વર્ષો વીતતા ગયા, જન્નત કેટલીક સિટકોમ્સ અને ફિલ્મોનો હિસ્સો બનતી ગઇ. આ ઉપરાંત તેણે કેટલાક મ્યુઝિક વીડિયો પણ કર્યા જે હિટ રહ્યા.

વર્ષ 2018માં જન્નત જુબેરનો શો “તુ આશિકી” હિટ રહ્યો હતો. તે ચર્ચામાં ત્યારે આવી જયારે શોના મેકર્સે તેને ઓનસ્ક્રીન કો-સ્ટાર ઋત્વિક અરોરા સાથે કિસિંગ સીન કરવા માટે કહ્યુ. અભિનેત્રીના પેરેન્ટ્સે આ માટે આપત્તિ જણાવી. પિતાએ નિવેદન જારી કરી આ પર તેમનું રિએક્શન આપ્યુ છે.

એવી ખબર છે કે, શોમાં પંકિત એટલે કે જન્નત અને અહાન એટલે કે  ઋત્વિક અરોરા વચ્ચે એક કિસિંગ સીન કરવાનો હતો. પરંતુ આ પહેલા કે આ સીન શૂટ થતો જન્નતની માતાએ આ શૂટ માટે ના કહી.

કિસિંગ સીનને લઇને જન્નતની માતા અને પ્રોડ્યુસર વચ્ચે ઘણી ચર્ચા થઇ. ખબર છે કે, માતાએ શો સાઇન કરતા સમયે એક શરત રખાવી હતી કે શોમાં કોઇ કિસિંગ સીન રાખવામાં આવશે નહિ.

જન્નત જુબેરના પિતાએ એક નિવેદન જારી કર્યુ હતુ, જેમાં તેમણે કિસિંગ સીનને લઇને અવાજ ઉઠાવી હતી.

તેમણે કહ્યુ કે, અમે લોકોએ મેકર્સ સાથે એક એગ્રીમેંટ સાઇન કર્યો હતો, જેમાં કેટલીક વસ્તુઓને લઇને સાફ રીતે લખવામાં આવ્યુ હતુ.

પિંકવિલા સાથે વાતચીતમાં જન્નતના પિતાએ કહ્યુ હતુ કે, હું મારી દીકરીને આવું કંઇ પણ કરવા માટે ઇજાજત આપીશ નહિ. તે ઉંમરમાં એ સમયે 16 વર્ષની હતી. અભિનેત્રીના પિતાએ કહ્યુ કે, આ શો પરિવાર સાથે લોકો બેસીને જુએ છે, જો મેકર્સ કોઇ એડલ્ટ ફિલ્મ બનાવવા ઇચ્છે છે તો અમે આ વાતને નહિ અપનાવીએ. સરકાર પણ 18 વર્ષથી નાની ઉંમરમાં લગ્ન કરવા માટે પરવાનગી આપતી નથી અને જન્નતથી તમે આવા સીનની અપેક્ષા રાખો તો આ ખોટુ છું.

ઉલ્લેખનીય છે કે, આ બધી વસ્તુઓ બાદ અભિનેત્રીના રિપ્લેસ થવાની પણ ચર્ચાઓ થવા લાગી હતી. ખબર તો એ પણ હતી કે પૂજા બેનર્જી અને હેલી શાહને આ રોલ માટે એપ્રોચ કરી લેવામાં આવી છે. બાદમાં મેકર્સે નિવેદન જારી કહ્યુ કે તેઓ કોઇ કિસિંગ સીન નહિ બતાવે. જો કે, જન્નતના કો-સ્ટાર ઋત્વિક અરોરા અભિનેત્રીને હાથ પર કિસ કરી શકે છે. જેના માટે પેરેન્ટ્સ તૈયાર થઇ ગયા હતા.

તમને જણાવી દઇએ કે, 16 વર્ષની ઉંમરમાં જન્નત લગભગ 8 વર્ષોથી ટીવીમાં કામ કરી રહી છે. તેણે ટીવી શો “ફુલવા” માટે ઘણો પ્રેમ મળ્યો હતો. સતત ટીવી પર એક્ટિવ રહેલી ફુલવા હવે એક હીરોઇન તરીકે એન્ટ્રી મારી ચૂકી છે.

 

Shah Jina