“અનુપમા”ના દીકરાને શોમાંથી રાતોરાત નીકાળી દીધો, આ હરકતથી ગુસ્સે થઇ પ્રોડ્યુસરે ઉઠાવ્યુ પગલુ

“અનુપમા”માં હવે નજર નહિ આવે આ કલાકાર, મેકર્સે રાતો રાત કરી દીધી છુટ્ટી

ટીવી સીરિયલ ‘અનુપમા’ લોકોનો ફેવરિટ શો છે. આ શોએ હંમેશા TRP લિસ્ટમાં પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે. આ શોએ શરૂઆતથી જ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આટલું જ નહીં, આ શોના પાત્રોએ પણ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે, પરંતુ આ શોના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા પારસ કલનાવતે ટીવીના લોકપ્રિય શો ‘અનુપમા’માં સમરનું પાત્ર ભજવીને ઘણી ખ્યાતિ મેળવી છે. ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે તેને શોમાં બતાવવામાં આવ્યો હતો.

જો કે, હવે તે ‘ઝલક દિખલા જા 10’માં પણ પોતાનું કૌશલ્ય બતાવશે. આ સમાચારથી જ્યારથી સામે આવ્યા છે ત્યારથી તેના ચાહકો ખૂબ જ ખુશ છે. જો કે, અભિનેતાને મોટો આંચકો લાગ્યો છે. કારણ કે શોના મેકર્સે તેનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો છે. નિર્માતાઓનું કહેવું છે કે પારસે તેમને પ્રતિસ્પર્ધી ચેનલ સાથે અન્ય પ્રોજેક્ટ સાઈન કરવાનું કહ્યું ન હતું. એટલા માટે તેણે અભિનેતાનો કરાર સમાપ્ત કર્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જ્યારે પ્રોડક્શન હાઉસને ખબર પડી કે પારસે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10 સાઈન કરી લીધો છે, ત્યારે મેકર્સે તેનો કોન્ટ્રાક્ટ ખત્મ કરી દીધો.

અહેવાલો અનુસાર, ટીમનો કલાકારો સાથે હંમેશા સારો તાલમેલ રહ્યો છે. તેણે ક્યારેય કોઈને અન્ય પ્રોજેક્ટ કરતા રોક્યા નથી. પારસનું પણ એવું જ હતું. તેણે ભૂતકાળમાં પારસ માટે અન્ય અસાઇનમેન્ટ કરવા માટે તારીખો પણ મેનેજ કરી છે. કારણ કે પારસે શો દરમિયાન જ ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે. શોના નિર્માતા રાજન શાહીએ કહ્યું, “એક પ્રોડક્શન હાઉસ તરીકે, અમે કોઈપણ કરારનો ભંગ સહન નહીં કરીએ. અમે અભિનેતા હોવાના નાતે તેમની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દીધી છે. અમે તેને તેના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.”

પારસે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ટીવીના નંબર વન શોનો ભાગ હોવા છતાં તેણે રિયાલિટી શો કેમ પસંદ કર્યો તો તેણે કહ્યુ- અનુપમા સાથે બધુ સારું હતું પણ મારું પાત્ર વિકસિત ન હતું. મને રાજન સર અને ટીમ માટે પણ ઘણું સન્માન છે. ઉપરાંત, હું તેમને શુભેચ્છા પાઠવું છું. પરંતુ હું મારી કારકિર્દીના આ તબક્કે કેટલાક નવા પડકારોનો સામનો કરવા માંગુ છું અને હું એ પણ કહેવા માંગુ છું કે મેં પ્રોડક્શનને આ નિર્ણય વિશે જણાવ્યું હતું.

જો કે, કોન્ટ્રાક્ટ કલમ અને ચેનલને કારણે મારા માટે ઝલક સાઇન કર્યા પછી અનુપમા કરવાનું ચાલુ રાખવું શક્ય નહોતું. તમને જણાવી દઈએ કે ‘ઝલક દિખલા જા 10’ પાંચ વર્ષ પછી ટીવી પર કમબેક કરવા જઈ રહ્યો છે. આ સિઝનને બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અને ફિલ્મ નિર્માતા કરણ જોહર જજ કરશે. એક સમયે આ શોની સ્પર્ધક રહી ચૂકેલી નોરા ફતેહી પણ આ બે સેલેબ્સ સાથે જોડાશે. પારસ કલનાવત ઉપરાંત, નિયા શર્મા, નીતિ ટેલર અને શેફ જોરાવર કાલરા આ શોમાં કન્ફર્મ થયેલા સ્પર્ધકો છે. ત્યાં શાહીર શેખ, હિના ખાન, શુભાંગી અત્રે અને અન્યના નામ પણ સામે આવી રહ્યા છે.

Shah Jina