અનુપમાનો દીકરો કરી ચૂક્યો છે બિગબોસ ફેમ ઉર્ફી જાવેદને ડેટ, પ્રેમમાં દગો મળતા ઘણો તૂટી ગયો હતો સમર

એરપોર્ટ પર બ્રા પહેરીને આખા ગામને દેખાડનાર બિગબોસની અભિનેત્રીનું અનુપમાના દીકરા જોડે ચાલતું- જુઓ રોમેન્ટિક તસવીરો

સ્ટાર પ્લસનો પોપ્યુલર અને ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ પર રહેતો શો “અનુપમા” આજે લગભગ દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે. આ શોને ઘણા ઓછા સમયમાં દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. શોની સ્ટારકાસ્ટ પણ શોની સાથે સાથે ઘરે ઘરે ફેમસ થઇ ચૂકી છે. રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર આ શોના બધા કલાકારો લોકપ્રિય થઇ ચૂક્યા છે અને આવું જ એક શોમાં પાત્ર છે અનુપમાના લાડલા દીકરા સમરનું, જેને પારસ કલનાવત નીભાવી રહ્યો છે.

પારસે ઘણા ઓછા સમયમાં તેના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આજે હજારો-લાખો છોકરીઓ તેની દીવાની છે, પરંતુ શું તમે જાણો છો કે, એક સમય એવો હતો જયારે પારસ કલનાવત બિગબોસ ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદના પ્રેમમાં પાગલ હતો. આ હસીનાએ તેનું દિલ તોડી દીધુ હતુ.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પારસ અને ઉર્ફીની મુલાકાત મેરી દુર્ગા શોના સેટ પર થઇ હતી, જો કે, આ બંનેનો સંબંધ ઘણો જલ્દી ખત્મ થઇ ગયો હતો. એવું માનવામાં આવે છે કે, પારસ ઉર્ફીને લઇને ઘણો ગંભીર હતો. તે તેના અને ઉર્ફીના રિલેશનને આગળ વધારવા માંગતો હતો પરંતુ આ વાત જાણી તમને હેરાની થશે કે તેમનું રિલેશન એક વર્ષ પણ ટકી શક્યુ ન હતુ.  ઉર્ફીએ રિલેશનના 9 મહીના બાદ પારસ સાથે બ્રેકઅપ કરી લીધુ હતુ.

બ્રેકઅપની ખબરે ઉર્ફીના ચાહકોને હેરાનીમાં નાખી દીધા હતા. ઉર્ફીએ જરાય પણ મોડુ કર્યા વગર પારસનું દિલ તોડી નાખ્યુ હતુ. બ્રેકઅપ બાદ પારસે ઉર્ફીના નામનું એક ટેટૂ પણ બનાવ્યુ હતુ. બ્રેકઅપ બાદ પારસે ઉર્ફી જાવેદના બધા ગિફ્ટ પણ પરત કરી દીધા હતા. પારસ ઉર્ફી સાથે બ્રેકઅપ બાદ ઘણો તૂટી ગયો હતો. તેને પોતાને સંભાળવા માટે ઘણો સમય લાગ્યો હતો. પારસ આજ સુધી સમજી શક્યો નથી કે ઉર્ફીએ બ્રેકઅપ કેમ કર્યુ.

ઉર્ફીએ બ્રેકઅપનું કોઇ કારણ આપ્યુ ન હતુ. પારસ કલનાવત સાથેના બ્રેકઅપ બાદ ઉર્ફીએ ચુપ્પી તોડી હતી. તેણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, તે અને પારસ બંને અલગ થઇ ગયા છે. તેણે કહ્યુ હતુ કે, તે અને પારસ બિલકુલ અલગ છે. પારસને લોકોને મળવું પસંદ નથી. ત્યાં ઉર્ફી પાર્ટી લવર છે. ઉર્ફી જાવેદ નોન વેજ ખાય છે અને પારસ પૂરી રીતે વેજિટેરિયન છે. આ જોડીને ઓપોઝિટ પેયર કહેવાય. એવામાં બ્રેકઅપ કરવામાં જ બંનેની ભલાઇ હતી.

Shah Jina