બે ભારતીય પુરુષોએએ કર્યા એકબીજા સાથે ધૂમધામથી લગ્ન, લગ્નમાં કન્યાદાનની જગ્યાએ કરવામાં આવ્યુ વરદાન

બે ગુજરાતી યુવકોએ ધામધૂમથી વરઘોડો કાઢી કર્યા લગ્ન, તસવીરો આવી સામે

વિદેશમાંથી ઘણીવાર એવી ખબરો આવે છે કે, બે છોકરાઓ અને બે છોકરીઓ એકબીજા સાથે લગ્ન કરે છે. ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં ઘણીવાર બે છોકરાઓ અને બે છોકરીઓના લગ્નની ખબરો સામે આવતી રહે છે. ઘણા સમય પહેલા ખબર આવી હતી કે બે છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કર્યા, ત્યારે એક બીજી ખબર એવી છે કે, જેમાં બે ભારતીય છોકરાઓ અમેરિકામાં રહે છે અને બંને એકબીજાને પ્રેમ કરતા હતા.

તેઓ એકબીજા સાથે રહેવા માંગતા હતા અને તેમના પરિવારવાળા પણ  આ સંબંધ માટે તૈયાર થઇ ગયા હતા જે બાદ તેમણે લગ્ન કરી લીધા. જણાવી દઇએ કે, તેમનું નામ પરાગ મહેતા અને વૈભવ છે. તેઓ બંને સિંપલ લગ્ન ઇચ્છતા હતા, પરંતુ તેમના ઘરવાળા ધૂમધામથી લગ્ન કરાવવા માંગતા હતા. પછી શું તેઓએ પરિવારવાળાની મરજીને માન્ય રાખી અને ધૂમધામથી લગ્ન કર્યા. આ કિસ્સો લગભગ બે-એક વર્ષ પહેલાનો છે.

બંનેએ તમના લગ્નમાં મહેંદી પણ લગાવી હતી. શેરવાની સાથે સાથે તેઓએ સાફો પણ પહેર્યો હતો અને દુલ્હાની જાન પણ નીકળી હતી. જણાવી દઇએ કે, પરાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી અને લખ્યુ હતુ કે, જૈન ધર્મમાં લગ્નનુ પ્લાનિંગ કરવુ સૌથી મુશ્કેલ કામ છે. કારણ કે અમે બંને જાણીએ છીએ કે ઇન્ડિયન રિવાજ કેવા હોય છે. આ બધા રિવાજ સારી રીતે થઇ જાય એ જ મોટી વાત છે. તેમાં ઘણા રિવાજ હોય છે.

આમ તો સામાન્ય રીતે લગ્નમાં કન્યાદાન હોય છે, પરંતુ વૈભવ અને પરાગે તેમના લગ્નમાં વરદાન કરાવ્યુ હતુ. તેઓ જાન લઇને નાચતા મંડપ પહોંચ્યા ત્યારે તે બંનેની સાસુએ તેમનો તિલક પણ કર્યો હતો. તે બંનેના લગ્નની ખાસ વાત તો એ હતી કે તેમના પરિવારવાળા સમલૈંગિકતા લગ્નની વિરૂદ્ધ હતા નહિ. બંનેના લગ્નમાં કોઇ જ કસર રહી ન હતી. બંનેએ પોતાના લગ્નમાં રીતિ-રિવાજો જોડી તેને મોર્ડન ટચ આપ્યો હતો.

Shah Jina