અરે રે ! કરીના કપૂરે આ શું કરી દીધુ, કારે એક વ્યક્તિને લીધો અડફેટે તો કરીનાએ જોરથી મારી બૂમો જુઓ

કરીના કપૂરની ગાડીથી એક વ્યક્તિને પહોંચી ઇજા, ડ્રાઇવર પર કરીના કપૂરનો મગજ ફાટ્યો અને કરીના રાડો પાડવા લાગી … જુઓ શું બોલી

કરીના કપૂરની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાનો હાલમાં જ અકસ્માત થયો હતો અને તેને ઈજા પહોંચી હતી, જે બાદ તેને હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી હતી અને હવે તે  આરામ કરી રહી છે. હાલમાં તે પોતાના ઘરે છે. તેની બહેન અમૃતા અરોરા અને અર્જુન કપૂર મલાઈકાને જોવા પહોંચ્યા હતા. સોમવારે કરીના પણ મલાઈકાના ઘરે તેની તબિયત જાણવા ગઈ હતી. આ દરમિયાન પેપરાજી પહેલેથી જ ત્યાં હતા. આ દરમિયાન કરીનાની કારથી એક પેપરાજીને ઈજા થતાં અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ હતી. કરીના ગેટમાંથી બહાર નીકળી કે તરત જ પેપરાજીઓ તેની તસવીરો અને વીડિયો લેવા લાગ્યા.

આ દરમિયાન એક પેપરાજીની ટક્કર તેની કાર સાથે થઇ અને તે બાદ તે પડી ગયો. કરીના તેને કહે છે, ‘સેમ મેન…’ તે આગળ વધે છે અને પછી ડ્રાઇવરને બૂમ પાડે છે, ‘ગો બેક મેન.’ કરીના પછી પેપરાજીને કહે છે, ‘આવું ન દોડો, તમે કેમ દોડો છો ?’ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ આ દરમિયાનનો વીડિયો શેર કર્યો છે.કરીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોને તેની કેરિંગ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.

વીડિયોમાં કરીના આ વ્યક્તિની હાલત પૂછતી પણ જોવા મળી રહી છે. આ દરમિયાન કરીના કપૂર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.તાજેતરમાં જ પૂણે ફેશન શોમાંથી પરત ફરતી વખતે મલાઈકાનો કાર અકસ્માત થયો હતો. હાલમાં અભિનેત્રી તેના ઘરે આરામ કરી રહી છે. આવી સ્થિતિમાં, મલાઈકાના તમામ મિત્રો તેને જોવા માટે તેના ઘર તરફ વળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કરીનાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે આમિર ખાન સાથે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ સિવાય કરીના પાસે સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત નેટફ્લિક્સ ફિલ્મ છે. આ ફિલ્મમાં કરીના સાથે જયદીપ અહલાવત અને વિજય વર્મા મુખ્ય ભૂમિકામાં છે.

Shah Jina