પોપટપભાઈના પરિવારજનો તેમને કેટલો પ્રેમ કરે છે એ છલકાયું તેમના આ વીડિયોમાં, લગ્ન સમયે ડાળીએ ગીત ગાતા જ ભાવુક રડી પડ્યા તેમના કાકી, જુઓ વીડિયો
Papatbhai aahir aunty became emotional : થોડા દિવસ પહેલા જ ગુજરાતના લોક લાડીલા અને ગરીબીના મસીહા તરીકે ઓળખાતા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની લગ્નના બંધનમાં બંધાયા. ત્યારે તેમના લગ્નના થોડા દિવસ બાદ જ અન્ય એક ગુજરાતીઓના મસીહા જેમને કેટલાય લોકોની નર્ક જેવી જિંદગીને સ્વર્ગથી પણ સુંદર બનાવી છે એવા પોપટભાઈ આહીર લગ્નના બંધનમાં બંધાયા અને તેમના લગ્ન પર પણ ચાહકો તમેને ઢગલાબંધ શુભકામનાઓ આપવા લાગ્યા હતા.
દાદીમાએ ગાયું લગ્ન ગીત :
ત્યારે પોપટભાઈ આહીર પણ તેમના લગ્નને લગતા ઘણા વીડિયો તેમના સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે અને ચાહકો તેને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. ત્યારે હાલ તેમને તેમના લગ્ન પહેલાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમના દાદી લગ્ન ગીતો ગાતા જોવા મળી રહ્યા છે અને આ ગીતો સાંભળતા જ તેમના કાકી પણ ભાવુક થતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરવાની સાથે પોપટભાઈએ લખ્યું છે, “પોપટભાઈના દાદીમાએ ગાયું લગ્ન ગીત અને કાકી મા થઇ ગયા ઈમોશનલ.”
કાકીમા થયા ભાવુક :
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોપટભાઈ તેમના વૃદ્ધ દાદી પાસે જાય છે અને તમેને લગ્ન ગીત ગાવા માટેનું કહે છે જેના બાદ દાદી “લીલુડી ઘોડી” ગાવાનું શરૂ કરે છે. આ દરમિયાન તેમનો સાથ આપવા માટે પોપટભાઈ આહીરના કાકી પણ ઉભા છે અને તે પણ દાદી સાથે ગાવાનું શરૂ કરે છે. કાકીમા જયારે “એટલે રે લાડ તમને કોણે લડાવ્યા…” ગાવાનું શરૂ કરે છે ત્યારે જ તેમને આંખોમાં હરખના આંસુઓ છલકાઈ જાય છે. અને ત્યાં ભાવુક કરી દેનારું દૃશ્ય પણ સર્જાય છે.
પાયલ સાથે ફર્યા ફેરા :
ત્યારે આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ દાદીને આ ઉંમરે આ રીતે લગ્ન ગીતો ગાતા જોઈને ખુબ જ ખુશ પણ થઇ રહ્યા છે. સાથે જ પરિવારનો પોપટભાઈ માટે આ પ્રકારનો પ્રેમ જોઈને પણ ચાહકો ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પોપટભાઈ આહીરે પાયલ સાથે લગ્નના સાત ફેરા ફર્યા છે. પોપટભાઈ એક મોટા સમાજ સેવક છે અને ગુજરાતભરમાં તેમના સેવાકીય કાર્યોની લોકો પ્રસંશા કરે છે.