BREAKING: નાના દીકરા જહાંગીરને લઈને પાપાના ઘરે પહોંચી કરીના કપૂર, છુપાવ્યો દીકરાનો ચહેરો તો પણ ક્લિક થઇ ગઈ તસવીરો

બોલીવુડની ટોપ અભિનેત્રી કરીના ખાન હાલ તેના પુસ્તકને લઈને ખુબ જ ચર્ચામાં છે તો તેના બીજા બાળકના નામને લઈને પણ હવે સોશિયલ મીડિયામાં તે ખુબ જ ટ્રોલ થઇ રહી છે.

કરીનાએ તેના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ”માં તેના બીજા દીકરાનું નામ જહાંગીર સામે આવ્યું છે. જેને લઈને પણ ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે. (તસવીર સૌજન્ય: પિન્કવીલા/ટાઈમ્સ ઓફ ઇન્ડિયા)

બોલીવુડની બેબો અને પટૌડી ખાનદાનની વહુ બેગમ કરીના કપૂર ખાન હાલ વિવાદોમાં ઘેરાયેલી છે. તેને હાલમાં જ પોતાનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું છે. આ પુસ્તકનું ટાઇટલ પણ વિવાદોમાં રહ્યું અને હવે આ પુસ્તકની અંદર આવેલી કેટલીક બાબતો પણ વિવાદમાં આવવા લાગી છે.

જેમાંથી એક મોટા વિવાદનું કારણ કરીના કપૂરના બીજા દીકરાનું નામ બન્યું છે. કરીના કપૂરે પોતાના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. હવે જહાંગીર નામને લઈને લોકો તેને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે. ત્યારે આ બાબતે ચૂપ રહેલી કરીના કપૂરે હવે પોતાની ચુપ્પી તોડી છે અને પહેલીવાર સામે આવી છે.

કરીના કપૂર ખાને ઇન્ડિયા ટુડે સાથે વાત ચિત્તમાં દીકરા જહાંગીર નામ ઉપર ફેલાઈ રહેલી નેગેટીવી ઉપર પ્રતિક્રિયા આપી છે. કરીના કહે છે કે, “હું એક ખુબ જ સકારાત્મક માણસ છું. હું બહુ જ ખુશ છું. કોરોના જેવા કઠિન સમયમાં હું લોકોમાં ખુશી અને પોઝીટીવીટી ફેલાવવા માંગુ છું. હું કોઈપણ પ્રકારના ટ્રોલ અને નેગેટિવિટી વિશે નથી વિચારી શકતી. હવે મારી પાસે મેડિટેશન ઉપરાંત કોઈ બીજો રસ્તો નથી.”

કરીનાએ આગળ જણાવ્યું કે, “એ પણ એટલા માટે કારણ કે મને દીવાલની તરફ ધકેલવામાં આવી રહી છે. પરંતુ હું હજુ પણ ઠીક છું. હું મેડિટેશન કરતી રહીશ. દરેક સિક્કાના બે ભાગ હોય છે. જો હકારાત્મકતા છે તો નકારાત્મકતા પણ હશે. કદાચ એવું ના હોતું. કારણ કે જેમની આપણે વાત કરી રહ્યા છે તે બે માસુમ બાળકો છે. જેમને આના વિશે કંઈજ ખબર નથી. પરંતુ અમે ખુશ અને સકારાત્મક રહીશું.”

બૉલીવુડ અભિનેત્રી અને અભિનેતા સૈફ અલી ખાનની બીજી પત્ની બેગમ કરીના કપૂર ખાન હાલ તેના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ”ને લઈને ખુબ જ ચર્ચામાં છે. આ પુસ્તકની અંદર કરીનાએ ઘણી બાબતોના ખુલાસા કર્યા છે. હાલ તેને પોતાના ડાયટને લઈને પણ મોટો ખુલાસો આ પુસ્તકમાં કર્યો હોવાનું સામે આવ્યું છે.

કરીનાએ જણાવ્યું છે કે તે સામાન્ય રીતે વેજિટેરિયન ડાયટ ફોલો કરે છે. પરંતુ બીજી પ્રેગ્નેન્સી દરમિયાન તે ખુબ જ વધારે પ્રમાણેમાં નોનવેજ ખાવા લાગી હતી. કરીનાએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે, “જ્યારે હું પ્રેગ્નન્ટ નહોતી ત્યારે મને વેજીટેરિયન રહેવું જ પસંદ છે. જોકે, પ્રેગ્નન્ટ થયા બાદ હું મીટ માટે ક્રેવિંગ બની ગઈ હતી.”

તેને પ્રેગ્નેન્સીમાં પોતાના ડાયટ વિશે આગળ જણાવ્યું હતું કે, “મીઠું, સોયા તથા અન્ય વસ્તુઓ ખાવાની ઘણી જ ઈચ્છા થતી હતી. મને એવું લાગ્યું કે હું અલગ જ વ્યક્તિ બની ગઈ છું.” કરીનાએ જણાવ્યું કે તેને ખુબ જ ખાવાનું ખાધું છે. અહીંયા સુધી કે તેની આંગળીઓ પણ સોજાઇ ગઈ હતી.

તેને જણાવ્યું કે “મેં અર્થમાં મહિના બાદ મારી વીંટીઓ પણ કાઢી નાખી હતી. મારે મારી વેડિંગ રિંગ અને પેપરોની વચ્ચે પસંદગી કરવાની હતી. તો મેં પેપરોની પસંદ કર્યું. આ પહેલા પણ બેબોએ ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રેગ્નેન્સી બિંગો શેર કર્યું હતું. જેમાં તેને કહ્યું હતું કે તેને ગર્ભાવસ્થા દરમિયાન શું શું અનુભવ થયો.

કરીના અને સૈફનાં બીજા દીકરા જહાંગીરની કોઈ તસવીરો હજુ સુધી સામે આવી નહોતી, પરંતુ હાલમાં જ જેહની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જહાંગીરનો ચહેરો સપષ્ટ દેખાઈ રહ્યો છે.

YC