પોતાની પાછળ કરોડોની સંપત્તિ છોડી ગયા ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ ક્યારેક મળ્યા હતા માત્ર 51 રૂપિયા…

‘ચાંદી જેસા રંગ હે તેરા…સોને જેસે બાલ’ હોય કે પછી ‘ચિઠ્ઠી આઇ હૈ…આઇ હૈ…ચિઠ્ઠી આઇ હૈ’ જેવા ગીત આજે પણ લોકોના મોઢા પર આવી જ જાય છે, આ ગીત ગાનાર મશહૂર ગઝલ ગાયક અને બોલિવુડ સિંગર પંકજ ઉધાસ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 26 ફેબ્રુઆરી સોમવારના રોજ 72 વર્ષની ઉંમરે તેમનું નિધન થઇ ગયુ. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

લેજેંડરી સિંગર પંકજ ઉધાસ પોતાની પાછળ કરોડોની સંપત્તિ છોડી ગયા છે. તેમના પરિવારમાં પત્ની ફરીદા ઉધાસ અને બે દીકરીઓ નાયાબ અને રિવા છે. 17 મે 1951માં ગુજરાતના રાજકોટના જેતપુરના એક ગુજરાતી પરિવારમાં જન્મેલા પંકજ ઉધાસના નિધનની માહિતી તેમની દીકરી નાયાબે શેર કરી હતી. પોતાની ગાયિકીથી લોકોને દીવાના બનાવનાર પંકજ ઉધાસની સંપત્તિ વિશે વાત કરીએ તો, રીપોર્ટ્સ અનુસાર તે પોતાની પાછળ 25 કરોડ રૂપિયાથી પણ વધારે સંપત્તિ છોડી ગયા છે.

તેઓ લગ્ઝરી લાઇફ જીવતા હતા અને ફિલ્મો-ઇવેન્ટ્સમાં સિંગિંગ સિવાય યૂટયૂબથી પણ કમાણી કરતા હતા. પંકજ ઉધાસનું મુંબઇમાં એક આલીશાન ઘર છે, જે શહેરના પેડર રોડ પર છે. અહીં બોલિવુડ અને બિઝનેસ જગતની ઘણી હસ્તિઓનું પણ ઘર છે. આ ત્રણ માળના ઘરની કિંમત પણ કરોડોમાં હોવાનું કહેવાય છે. આ ઘરનું નામ હિલસાઇડ છે. આ ઘરથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીનું ઘર એંટીલિયા લગભગ 300 મીટરની દૂરી પર જ છે.

દિવંગત સિંગરનું કાર કલેક્શન પણ શાનદાર હતુ. રીપોર્ટ્સનું માનીએ તો તેમની પાસે ઓડી અને મર્સિડિઝ જેવી મોંઘી અને લગ્ઝરી ગાડીઓ હતી. પંકજ ઉધાસની પ્રથમ કમાણી વિશે એવું કહેવાય છે કે તેમણે પોતાના ભાઈ સાથે એવા સમયે ગાવાનું શરૂ કર્યું જ્યારે ચીન અને ભારત વચ્ચે યુદ્ધનું વાતાવરણ હતું. એવા સમયે જ્યારે સર્વત્ર દેશભક્તિનો રંગ છવાયેલો હતો,

ત્યારે પંકજ ઉધાસે એક કાર્યક્રમમાં લતા મંગેશકરનું ‘એ વતન કે લોગોં’ ગીત ગાઈને બધાને પોતાના ચાહક બનાવી દીધા હતા. ખાસ વાત એ છે કે આ ગીત માટે તેમને 51 રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું અને આ તેમની સિંગિંગમાંથી પહેલી કમાણી હતી. આ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેમણે સિંગિંગ અને ગઝલની દુનિયામાં એક અલગ સ્થાન હાંસિલ કર્યું.

સંગીતની દુનિયામાં પોતાની છાપ છોડનાર પંકજ ઉધાસને આ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2006માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પત્ની ફરીદા એર હોસ્ટેસ હતા પરંતુ બંને પુત્રીઓ સંગીત સાથે જોડાયેલી છે. નયાબ ઉધાસે ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઓજસ અધિયા સાથે લગ્ન કર્યા અને પોતાનું મ્યુઝિક બેન્ડ ચલાવ્યું. જ્યારે બીજી દીકરી રીવા પણ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. જો કે તે લાઈમલાઈટથી દૂર રહે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina