ચિઠ્ઠી આઇ હૈ, ના કજરે કી ધાર, મત કર ઇતના ગુરૂર, આદમી ખિલૌના હેથી લઇને જીએ તો જીએ કેસે સુધી અનેક સુપરહિટ ગીતો આપનાર પંકજ ઉધાસનું 26મી ફેબ્રુઆરીએ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને 72 વર્ષના હતા. ગઝલ ગાયકના આવતીકાલે એટલે કે 27 ફેબ્રુઆરીએ અંતિમસંસ્કાર કરવામાં આવશે.
દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, પંકજ ઉધાસ પેનક્રિયાસના કેન્સર સામે લડી રહ્યા હતા. પંકજ ઉધાસે ગઝલ ગાયકીની દુનિયામાં પ્રવેશ કર્યો અને 1980માં તેમનું પહેલું આલ્બમ ‘આહટ’ લોન્ચ કર્યું. પોતાનું પહેલું આલ્બમ લૉન્ચ થયા બાદ તેમને બોલીવુડમાંથી સિંગિંગની ઑફર્સ મળવા લાગી અને તે ધીમે-ધીમે જાણીતું બની ગયા.જણાવી દઈએ કે ગઝલ ગાયક પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના રાજકોટના જેતપુરના નવાગઢમાં થયો હતો.
ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેમણે ‘એ મેરે વતન કે લોગોં’ ગીત ગાયું હતું, જે લોકોને ઘણુ પસંદ આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ ગીત માટે તેમને 51 રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું અને આ તેમની સિંગિંગમાંથી પહેલી કમાણી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘પંકજ ઉધાસ પેનક્રિયાસના કેન્સર સામે લડી રહ્યા હતા’. પંકજ ઉધાસને પ્રખ્યાત ગઝલ ‘ચિઠ્ઠી આયી હૈ’થી ઓળખ મળી હતી.
આ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને સિંગિગ તેમજ ગઝલની દુનિયામાં એક અલગ સ્થાન હાંસિલ કર્યું હતું. ત્રણ ભાઇઓમાં સૌથી નાના પંકજ ઉધાસની જેમ બંને ભાઇ પણ ગઝલ ગાયકના રૂપમાં ઓળખાય છે. મનહર ઉધાસ રંગમંચ અભિનેતા હતા, તેમની મદદથી પંકજ ઉધાસ સંગીતની દુનિયામાં આવ્યા, સૌથી પહેલા તેમણે રંગમંચ ગાયકના રૂપમાં સંગીતની દુનિયામાં પગ મૂક્યો.
જણાવી દઇએ કે, પંકજ ઉધાસના નામે સુપરહિટ ગીત ચિઠ્ઠી આઇ હૈ છે, જેને સાંભળી દિગ્ગજ અભિનેતા અને શો મેન તરીકે જાણિતા મશહૂર નિર્માતા, નિર્દેશક રાજ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે આ ગીત હિટ થશે અને રાજ કપૂરની ભવિષ્યવાણી સાચી પણ સાબિત થઇ હતી. સંગીતની દુનિયામાં પંકજ ઉધાસે ઘણા એવોર્ડ પોતાના નામ કર્યા છે, વર્ષ 2006માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરાયા હતા,
આ ઉપરાંત તેમને મળનાર એવોર્ડમાં એલ સહગલ એવોર્ડ પણ સામેલ છે. વર્ષ 1985થી લઇને 2006 સુધી તેમણે ઘણા પુરસ્કારો જીત્યા છે.પંકજ ઉધાસ જેવા ગાયકની આ દુનિયામાંથી વિદાય એ સંગીત જગત માટે મોટો આંચકો છે. પુત્રી નયાબ ઉધાસે પિતાના નિધનની માહિતી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું- ‘ભારે હૃદય સાથે હું તમને બધાને કહેવા માંગુ છું કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઉધાસ પરિવાર.
View this post on Instagram