હજુ લખનઉની થપ્પડ ગર્લનો મુદ્દો ઉકેલાયો નથી ત્યાં સામે આવી બીજી થપ્પડ ગર્લ, જે કૂદી કૂદીને મારી રહી છે ગાડી વાળાને લાફા ઉપર લાફા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા અને ન્યુઝ મીડિયામાં લખનઉ થપ્પડ ગર્લની ચર્ચાઓ ખુબ ચાલી રહી છે, જેને એક કેબ ચાલકને કૂદી કૂદીને 22 લાફા ઝીંકી દીધા હતા, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ થપ્પડ ગર્લ પ્રત્યે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ હજુ આ મુદ્દો શાંત નથી થયો ત્યાં એક નવી થપ્પડ ગર્લ પણ સામે આવી ગઈ છે.

સોશિયલ મીડિયામાં હાલ બીજો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક એક્ટિવા ચાલક યુવતી એક ગાડીના ચાલક અને બીજા એક વ્યક્તિને લાફા ઉપર લાફા ઝીંકી રહી છે. આ વીડિયો હરિયાણાના પાનીપતનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને કોઈએ કેમેરામાં કેદ કરી અને વીડિયો વાયરલ કરી દીધો છે.

આ મહિલાએ રસ્તા વચ્ચે યુવકોને થપ્પડ જ નહિ પરંતુ ક્રિકેટ બેટથી પણ ખુબ જ માર્યા. આ ઘટનાને જોવા માટે લોકોની ભીડ પણ ઉમટી પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો પાનીપતના ઇસરાના વિધાનસભા ક્ષેત્રના શેરા ગામનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મહિલાએ રસ્તા વચ્ચે યુવકોની કાર રોકી અને યુવકોને થપ્પડ, લાત, ઘુસા અને ક્રિકેટ બેટથી મારવાનું શરૂ કરી દીધું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

કારમાં બેઠેલા યુવકો પોતાની ભૂલ પૂછતાં રહ્યા પરંતુ મહિલા તો તેમને મારતી જ રહી. યુવક ખુબ જ શાંતિથી પોતાનો પક્ષ રાખવા માંગે છે પરંતુ મહિલા તેમની એક વાત સાંભળતી નથી અને તેમને મારવા માટે તૂટી પડતી જોવા મળી રહી છે.  ત્યારબાદ આ મહિલાએ ફોન કરી પોતાના પરિવારજનોને પણ બોલાવ્યા અને તે બધા થઈને યુવકોને મારતા રહ્યા. અડધા કલાક સુધી આ ડ્રામાં ચાલતો રહ્યો. મહિલાનો આરોપ છે કે આ યુવકોની કારથી તેની સ્કૂટીને ટક્કર લાગી હતી અને તે પડતા પડતા બચી ગઈ હતી.

Niraj Patel