પંડિતજી મંડપમાં બેસીને કરાવી રહ્યા હતા લગ્નની વિધિ, ત્યારે જ વર-કન્યાને પૈસાને લઈને કહી એવી વાત કે કન્યાના ઘરવાળા પણ ઉડાવવા લાગ્યા મજાક.. જુઓ વીડિયો

લગ્નના 7 વચન સમજાવતા જ પંડિતજીએ વરરાજાને કહી એવી વાત.. કે લગ્ન મંડપમાં જ મચી ગયો ઉહાપો… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર લગ્નના ઘણા બધા વીડિયો તમે રોજ વાયરલ  થતા જોયા હશે. જેમાં લગ્નની અંદર ઘણીવાર અનોખી વિધિ પણ લોકોનું ધ્યાન ખેંચે છે. તો ઘણીવાર વર કન્યા દ્વારા કે તેમના મિત્રો દ્વારા પણ એવા મસ્તી મજાક કરવામાં આવતા હોય છે કે એ જોવા પણ લોકોને ખુબ જ પસંદ આવતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

લગ્નમાં અનેક રીત-રિવાજો અને સંસ્કારો હોય છે અને તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે મંડપની નીચે બેસીને પંડિતજી દ્વારા ઉચ્ચારવામાં આવતા સાત વચનો, જેનું પાલન પતિ-પત્નીએ લગ્ન પછી જીવનભર કરવાનું હોય છે. લગ્નમાં જ્યારે પંડિતજી વર-કન્યાને વચન સમજાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમની પાસે બેઠેલા સગા-સંબંધીઓ પણ ખૂબ રસપૂર્વક સાંભળે છે. જો કે, પંડિતજી કેટલીક એવી વાતો કહે છે, જેને સાંભળીને દરેકના ચહેરા પર સ્મિત આવી જાય છે. આવું જ કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરમાળા પછી વર-કન્યા મંડપમાં બેઠા છે અને તેમની સામે પંડિતજી વિવાહની પ્રતિજ્ઞા વિશે વિગતવાર જણાવી રહ્યા છે. આ દરમિયાન વરરાજા અને કન્યા સાથે પરિવારના સભ્યો પણ બેસેલા જોવા મળે છે. મંત્રોચ્ચાર કરતી વખતે પંડિતજી સમજાવે છે કે પતિ-પત્નીનો ધર્મ શું છે. પંડિતજીએ વરને કહ્યું કે તું જે કમાઈશ તે ઘરમાં વાપરીશ, પણ તે (કન્યા) જે કમાય છે તેના પર તારો કોઈ અધિકાર નથી. વધુ એક જ્ઞાન લો કે તમે દુનિયામાં કોઈની પણ પાસેથી ઉછીના લો, પણ તમારી પત્ની પાસેથી બિલકુલ ઉધાર ના લેશો.

 

View this post on Instagram

 

A post shared by mishrasudha00 (@imsudhammishra)


પંડિતજીએ વધુમાં કહ્યું કે કન્યા પોતે જે કમાશે તે ખર્ચ કરશે, તેના પર વરનો કોઈ અધિકાર નથી. આ સાંભળીને મંડપ પાસે બેઠેલા બધા સંબંધીઓ હસવા લાગે છે અને તેની મજાક કરવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો ખૂબ જ રસથી વર-કન્યાના વીડિયો જોવાનું પસંદ કરે છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel