મહાલક્ષ્મી અને બુધાદિત્ય સહિત 500 વર્ષ પછી બન્યા 5 રાજયોગ, આ 3 રાશિના જાતકોની પલટશે કિસ્મત, કરિયરમાં તરક્કી સાથે ખૂબ કમાવશે ધન

વૈદિક પંચાગ અનુસાર, 9 ફેબ્રુઆરીએ પંચ દિવ્ય યોગ અને રાજયોગનું નિર્માણ થયુ, આ રાજયોગ લગભગ એકસાથે 500 વર્ષ પછી બન્યો છે. આ દિવસે આદિત્ય મંગળ, બુધાદિત્ય યોગ, ચતુર્ગ્રહી યોગ, મહાલક્ષ્મી યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થયુ છે. બુધ અને સૂર્યના મકર રાશિમાં રહેવાને કારણે બુધાદિત્ય યોગ, મંગળ અને સૂર્યના મકર રાશિમાં ગોચરથી આદિત્ય મંગળ યોગ બન્યો છે. આ સાથે મકર રાશિમાં સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્રમાના રહેવાથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. મંગળ અને ચંદ્રમાના મકર રાશિમાં પ્રવેશથી મહાલક્ષ્મી યોગનું નિર્માણ થયુ છે અને ઉચ્ચ રાશિમાં મંગળ ગ્રહ હોવાથી રુચક યોગ બની રહ્યો છે. આ યોગોનો પ્રભાવ બધી રાશિના જાતકો પર જોવા મળશે. જો કે, 3 રાશિ એવી છે જેની કિસ્મત ચમકી જશે. તો ચાલો જાણીએ.

મેષ રાશિ : આ રાશિના જાતકો માટે પાંચ રાજયોગ બનવાનો લાભકારી સાબિત થઇ શકે છે, આ દરમિયાન કરિયરમાં ઘણા સારા અવસર મળશે. ઉન્નતિ અને સફળતાના રસ્તા ખુલશે. પારિવારિક જીવન પણ સારુ રહેશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને કાર્યક્ષેત્ર પર નવી જવાબદારી મળી શકે છે. વેપારી લોકોને કારોબારમાં સારો લાભ થઇ શકે છે અને વેપારનો વિસ્તાર પણ થઇ શકે છે.

વૃષભ રાશિ : પંચ રાજયોગ બનવો આ રાશિના જાતકો માટે અનૂકુળ સિદ્ધ થઇ શકે છે, કારણ કે આ પંચ રાજયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઇ રહ્યો છે. આ સમયે કામના સંબંધમાં દેશ-વિદેશની યાત્રા થઇ શકે છે, સાથે જ પિતા અને પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે. પ્રતિષ્ઠામાં ચાર ગણો વધારો જોવા મળશે, ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થવાનું થઇ શકે છે. ત્યાં વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, પ્રતિયોગી પરીક્ષામાં સફળ થઇ શકાય છે.

કર્ક રાશિ : આ રાજયોગ તમારી રાશિથી સપ્તમ ભાવ પર બન્યો છે. આ માટે વેપારીઓને સારો પ્રોફિટ કમાવાનો મોકો મળશે. સાથે બિઝનેસમાં ઘણા સારા અવસર પ્રાપ્ત થશે. પરણિત લોકોનું જીવન શુભ રહેશે, સાથે અપરણિત લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. ત્યાં આ સમયે તમારી ઇચ્છાઓની પૂર્તિ થશે અને કોઇ નવું કાર્ય પણ શરૂ થઇ શકે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina