બાળકને ઘરમાં એકલું મુકતા પહેલા ચેતજો ! દોઢ વર્ષના બાળકનું રમતા રમતા જ તપેલીમાં ફસાઈ ગયું માથું, માતા-પિતાના જીવ તાળવે ચોંટ્યા, જુઓ વીડિયો

માતા પિતાના ધ્યાન હટતા જ બાળકે માથે મૂકી દીધી તપેલી, ફસાઈ ગયું માથું, રડી રડીને હાલ થયા બેહાલ, પિતાની હાલત પણ થઇ કફોળી, જુઓ વીડિયો

The pan stuck in the child’s head : નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને ઘણીવાર તેઓ પોતાની આ માસુમિયતમાં જ કેટલીક એવી હરકતો કરી બેસતા હોય છે જેના કારણે તેમના જીવ પણ જોખમમાં મુકાઈ જતા હોય છે. ત્યારે માતા પિતાની પણ પોતાના નાના બાળકોની કાળજી રાખવી ખુબ જ જરૂરી બને છે. ક્યારેક નજર ચૂક તથા કે થોડી જ લાપરવાહી મોટી મુસીબતનું કારણ પણ બની શકે છે.

હાલ એક એવી જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દોઢ વર્ષના માસુમ બાળકના માથામાં તપેલી ફસાયેલી જોઈ શકાય છે અને બાળક જોર જોરથી રડી પણ રહ્યું છે, ત્યારે તેના માતા પિતાના જીવ પણ તાળવે ચોંટી ગયા છે. આ મામલો સામે આવ્યો છે બદાયુંના કુંવરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના હસનપુર ગામમાંથી. જ્યાં શનિવારે સવારે રમતી વખતે દોઢ વર્ષના બાળકનું માથું એલ્યુમિનિયમના વાસણમાં ફસાઈ ગયું હતું.

આ વાસણ ફસાઈ જવાના કારણે બાળકના રડી રડીને હાલ બેહાલ થઇ ગયા હતા. તેના માતા પિતાની પણ હાલત ખરાબ હતી, જેના બાદ એક લુહારને બોલાવવામાં આવ્યો અને તેને પોતાની આરીથી આ વાસણને કાપતા બાળકનું માથું બહાર આવ્યું હતું.  આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર હસનપુર ગામના રહેવાસી અલી મોહંમદનો દોઢ વર્ષનો પુત્ર મોહમ્મદ ઈમરાન શનિવારે સવારે સાડા નવ વાગ્યે ઘરે રમી રહ્યો હતો.

આ દરમિયાન તેને ત્યાં રાખેલી તપેલી ઉપાડીને માથા પર મૂકી દીધી. થોડી વાર પછી માથું તેમાં ફસાઈ ગયું. ઈમરાન રડવા લાગ્યો ત્યારે પરિવારજનોને ખબર પડી. પહેલા તેણે તપેલી કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તે સફળ ન થયો, ત્યારે તે બાળકને કુંવરગાંવ ખાતે બેલ્ડિંગ મિકેનિક પાસે લઈ ગયો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બાળકને જોવા માટે બેલ્ડિંગના મિકેનિકની દુકાન પર ભીડ એકઠી થઈ હતી. મિકેનિકે ધીમે ધીમે લોખંડની આરીથી તપેલીને કાપી અને ઘણી મહેનત પછી તેને કાઢી. મિકેનિકને તપેલી કાપવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યાં સુધીમાં બાળક રડવાથી ખરાબ હાલતમાં હતો. અલી મોહમ્મદે પુત્રના માથામાં તપેલી હટાવતાં જ તેને ગળે લગાડ્યો અને તેના જીવમાં જીવ આવ્યો.

Niraj Patel