ખબર

પલસાણામાં દારૂ ઢીંચતાં અને સ્પામાં કામ કરતી 6 યુવતીઓ સહિત 25 ઝડપાયા- જુઓ તસવીરો

6 -6 સ્પાની સુંદર યુવતીઓ અંદર ચુપચાપ કાંડ કરી રહી હતી… અંદરનો નઝારો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

રાજયભરમાંથી ઘણી જગ્યાએ પોલિસ દ્વારા રેડ પાડી અવૈદ્ય કામ ખુલ્લા પાડવામાં આવતા હોય છે, તો કયારેક સ્પાની આડમાં ચાલતો દેહ વિક્રયના વેપારનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. પોલિસ આવી જગ્યા પર બાતમીને આધારે રેડ પાડી ઘણા લોકોની ધરપકડ પણ કરતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી પોલિસ આવા કામ અંગે બાતમીને આધારે રેડ પાડી રહી છે. ત્યારે સુરતની પલસાણામાંથી પોલિસે દારૂની પાર્ટી કરી રહેલ 25 લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના પલસાણામાં લક્ઝુરિયસ સાંગ્રીલામાં પોલિસે રેડ પાડી હતી અને તે દરમિયાન ત્યાં ચાલતી દારૂની પાર્ટીમાં 6 યુવતિઓ સહિત 25 લોકોને ઝડપી પડાયા હતા. આ યુવતિઓ સ્પા ચલાવતી હોવાનું પણ સામે આવ્યુ છે. પોલિસે બાતમીને આધારે પલસાણા હાઇવે પર આવેલ લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રેડ પાડી હતી. તેમને બાતમી મળી હતી કે ત્યાં બહારથી મહિલા, યુવતિઓ બોલાવી પાર્ટી કરાવવામાં આવે છે અને પોલિસે આ જ બાતમીને આધારે મોડી રાત્રે રેડ પાડી હતી.

પોલિસે રેડ પાડી ત્યારે દારૂના નશામાં લોકો પાર્ટી કરતા ઝડપાયા હતા. તે તમામને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પોલિસે ઇસમો પાસેથી મોબાઇલ, વાહનો તેમજ અલગ અલગ બ્રાન્ડનો દારૂ મળી કુલ 27.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલિસે 142 નંગ દારૂની બોટલ કબ્જે કરી હતી. હાલ તો પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.