ગુજરાતમાં અહીંના વેપારીની અનોખી જાહેરાત : “ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જુઓ અને ફ્રી ફાફડા જલેબીનો નાસ્તો કરો”

હાલમાં તો જયાં જુઓ ત્યાં વિવેક અગ્નિહોત્રીની “ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મની જ ચર્ચા થઇ રહી છે. જે ફિલ્મનું પ્રમોશન નાના પાયે કરવામાં આવ્યું હતું તે હવે થિયેટરમાં ઐતિહાસિક બ્લોકબસ્ટર સાબિત થઈ છે. શરૂઆતના બે દિવસોમાં, ફિલ્મ મુખ્યત્વે મેટ્રોપોલિટન શહેરોના લોકોને આકર્ષિત કરતી હતી, પરંતુ હવે ફિલ્મે દેશભરના લોકોને થિયેટરોની મુલાકાત લેવાની ફરજ પાડી છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ શરૂઆતમાં 700 સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી હતી.

Image source

કાશ્મીરી પંડિતોની દર્દનાક કહાની વિશે જાણવાની પ્રેક્ષકોની ઉત્સુકતાને જોઈને, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસે તેની સ્ક્રીનિંગને 1000થી વધુ સ્ક્રીન્સ સુધી વિસ્તારી દીધી. સપ્તાહના અંતે, આ સંખ્યા વધારીને 2000 કરવામાં આવી હતી. ત્યારે પાલનપુરના મહેશભાઇ ઠક્કર કે જેઓ જલારામ નાસ્તા હાઉસમાં ફાફડા જલેબીની દુકાન ધરાવે છે તેમણે નવી પહેલ શરૂ કરી છે. આ ફિલ્મ જે પણ જોઇને આવે તેમને અહીં ફ્રીમાં ફાફડા જલેબીનો નાસ્તો આપવામાં આવે છે.

Image source

આ ઉપરાંત અંજારના નાની નાગલપર રોડ પાસે આવેલી સાંઈ હોસ્પિટલ દ્વારા દરેક વર્ગના લોકો માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની ટિકિટ બતાવવા પર OPD ચાર્જ અને મેડિસિન ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી હતી અને વર્ષો પહેલા કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતો પર જે વ્યવહાર કરવામાં આવતો તેની સાચી હકિકત શું હતી તે આ ફિલ્મમાં જણાવવામાં આવી છે અને એટલા માટે જ આ ફિલ્મને લઇને લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

Image source

પાલનપુરના જે વેપારી છે તે મહેશભાઇએ જાહેરાત કરી છે કે જે આ ફિલ્મ જોઇને આવે તે ટિકિટ લઇને તેમની દુકાન પર આવે તો તેમને ફાફડા જલેબીનો નાસ્તો ફ્રી આપવામાં આવશે. આ જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરી હતી. આ મામલે મહેશભાઇએ કહ્યુ કે, ફ્રીમાં એટલા માટે નાસ્તો આપવામાં આવે છે કે ફિલ્મની જાહેરાત થાય અને કાશ્મીરના લોકો જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે તેની વાસ્તવિકતા લોકો જાણે.

Image source

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 11 માર્ચે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે, ત્યારે આ ફિલ્મની વાર્તા પણ દર્શકોના દિલને સ્પર્શી જાય તેવી છે. ફિલ્મ જોયા બાદ મોટાભાગના દર્શકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. કર્ણાટક સરકારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે. આ પહેલા હરિયાણા, ગુજરાત અને મધ્યપ્રદેશ સરકારે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.

Image source

ગુજરાત સરકારે રવિવારે રાજ્યમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી કાશ્મીરને લઈને ઘણી ફિલ્મો બની છે, પરંતુ આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ડિરેક્ટરે કાશ્મીરનો સૌથી સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો હોય. જે દર્દ વર્ષોથી કાશ્મીરી પંડિતોની છાતીમાં ધબકતું હતું તે હવે આ ફિલ્મ દ્વારા સામે આવ્યું છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચાર અને તેમના બેઘર થવાની કહાની દર્શાવે છે. આ ફિલ્મમાં અનુપમ ખેરના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.

Shah Jina