ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના અભિનય અને પોતાની સુંદરતાથી લાખો લોકોનું દિલ જીતી લીધું છે. શ્વેતાએ કસોટી ઝીંદગી કી દ્વારા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું અને આ શો દ્વારા તેને ઘરે ઘરે ઓળખ પણ મળી હતી, એવામાં શ્વેતાની દીકરી પલક તિવારી પણ સુંદરતા એને ટેલેન્ટની બાબતમાં માતાથી કમ નથી. 21 વર્ષની પલક પણ માતાની જેમ પોતાનું નામ બનાવવામાં લાગી ગઈ છે અને તેને આ પ્રોત્સાહન પણ પોતાની માં પાસેથી જ મળ્યું છે.
પલકે હજુ સુધી બોલીવુડમાં ડેબ્યુ પણ નથી કર્યું છતાં પણ તેની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી કમ નથી અને તેના 1.8 મિલિયન ફોલોઅર્સ પણ છે. પલક સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.એવામાં પલકે પોતાની લેટેસ્ટ તસ્વીર ઇન્સ્ટા પર શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. તસવીરો શેર કરીને પલકે કેપ્શનમા લખ્યું કે,”શુટની વચ્ચે”. આ સાથે પલકે ઈમોજી પણ પોસ્ટ કરી છે.
તસ્વીરમાં પલકે યેલો ક્રોપ ટોપ પહેર્યું છે જે બ્રાલેટ જેવો લુક આપી રહ્યું છે અને સાથે બ્લુ લુઝ ટ્રાઉઝર પહેર્યું છે. પહેલી તસવીરમાં પલક બંને હાથથી V નું નિશાન બનાવી રહી છે જ્યારે બીજી તસ્વીરમાં તે કેમેરા સામે પોઝ આપી રહી છે. આ લુકમાં તેની નશીલી આંખોમાં લોકો ડૂબી રહ્યા છે. આ આઉટફિટ સાથે પલકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને લાઈટ મેકઅપ કર્યો છે.
તસવીરો અને કેપ્શન પરથી લાગી રહ્યું છે કે પલક શૂટિંગ કરી રહી છે અને શુટની વચ્ચે તેણે આ તસવીરો ક્લિક કરી છે. તસ્વીરોમાં પલકનું આકર્ષક ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે, તેની તસવીરો પર હજારો લાઇક્સ આવી ચુકી છે અને અનેક કમેન્ટ્સ પણ કરવામાં આવી છે. જો કે ઘણા લોકોને પલકનો આ લુક બિલકુલ પણ પસંદ આવ્યો નહિ અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. એક યુઝરે તો કહી દીધું કે,”કોમ્બિનેશન બરાબર નથી”.
View this post on Instagram
પલક હાર્ડી સંધુ સાથે બિજલી બિજલી વિડીયો સોન્ગમાં જોવા મળી હતી જે ખુબ જ હિટ રહ્યું હતું. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચુકી છે. પલક ટૂંક સમયમાં જ ફિલ્મ રોઝી દ્વારા બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે આ સિવાય તે ધ સૈફરોન ચેપ્ટરમાં પણ જોવા મળશે. પલક શ્વેતા તિવારી અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે. ઘરેલુ હિંસાને લીધે શ્વેતાએ પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. જેના પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને બંનેનો એક દીકરો પણ છે. જો કે શ્વેતાએ અભિનવ પર પણ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને આ બાબતે અભિનવની ધરપકડ પણ કરવામાં આવી હતી.