શ્વેતા તિવારીની દીકરી પલકે શેર કરી એવી તસવીરો કે, જોઇને તો નજર જ નહિ હટાવી શકો

શ્વેતા તિવારીની લાડલીએ આખું ઇન્ટરનેટ માથે લીધું, 7 બોલ્ડ તસવીરો જોઈને તમે ડગમગી જશો

નાના પડદાની જાણિતી અને ખૂબસુરત અભિનેત્રી શ્વેતા તિવારીને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેને તેની અદાકારી અને અભિનયના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ જગ્યા બનાવી છે. દર્શકોના દિલમાં પણ શ્વેતાએ એક ખાસ જગ્યા બનાવી લીધી છે. (Image Credit/Instagram-palaktiwarii)

શ્વેતા તિવારી હંમેશા કોઇને કઇ કારણસર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે અને તેની જ જેમ તેની દીકરી પલક તિવારી પણ ઘણી ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ પલકે તેના સોશિયલ મીડિયા પર કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી છે.

તમને જણાવી દઇએ કે, શ્વેતા તિવારી અને અનુભવ કોહલી વચ્ચે આ દિવસોમાં તકરાર થયેલી છે. માતા-પિતા વચ્ચે ચાલી રહેલ વિવાદને કારણે પલકે તેનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દીધુ હતુ. હવે તેણે લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર કમબેક કર્યુ છે અને કમબેક કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

પલક તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેણે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. તસવીરોમાં તે એલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેની આ તસવીરો પર થોડી જ વારમાં હજારો લાઇક આવી ગઇ હતી.

પલકની આ તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે અને યુઝર્સ તો આ તસવીરો પર તેની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી અને કમેન્ટો કરી રહ્યા છે. આ તસવીરોમાં તે કાતિલાના અંદાજથી લોકોનું દિલ જીતી રહી છે. તે બોલ્ડ ડ્રેસમાં ઘણી હોટ જોવા મળી રહી છે.

પલકે બદામી રંગનો ડ્રેસ પહેર્યો છે અને આ ડ્રેસમાં તે ઘણી હોટ લાગી રહી છે. તેની તસવીરો તો સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે. હાલમાં જ તેણે કરાવેલ આ ફોટોશૂટમાં તે અલગ અલગ પોઝ આપી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી રહી છે.

તમને જણાવી દઇએ કે, પલક તિવારી જલ્દી જ ડેબ્યુ કરવા જઇ રહી છે. તેની ફિલ્મ “રોજી-ધ સૈફ્રોન ચેપ્ટર” આ મહિને જ રીલિઝ થશે. ફિલ્મને વિશાલ મિશ્રાએ નિર્દેશિત કરી છે, જયારે વિવેક ઓબરોય, પ્રેરણા વી અરોરાએ પ્રોડયુસ કરી છે.

ટીવીની મશહૂર અભિનેત્રી શ્વેતા તિવારી આ દિવસોમાં સ્ટંટ શો “ખતરો કે ખિલાડી 11″ને લઇને ચર્ચામાં છે. તે આ દિવસોમાં શોમાં ભાગ લેવા કેપ ટાઉનમાં છે અને તે શુટિંગમાં વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

Shah Jina