પાકિસ્તાનીઓ હવે ખરેખર પાગલ થઇ ગયા છે, પેટ્રોલના ભાવ આસમાને પહોંચતા જ બાઈક પણ તોડવા લાગ્યા? વીડિયો થયો વાયરલ

પાકિસ્તાન સામે ઇન્ડિયાની જીત પર ટીવી ફોડ્યા બાદ હવે પેટ્રોલના ભાવ વધતા બાઈક પણ તોડી નાખી..જુઓ વીડિયો

પાકિસ્તાનની અંદર મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે અને લોકો અત્યારે ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આ બધા વચ્ચે ઘણા બધા વીડિયો પણ સામે આવી રહ્યા છે જેમાં મોંઘવારીથી ત્રસ્ત જનતા પોતાની આપવીતી જણાવતી પણ જોવા મળે છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ પેટ્રોલના વધેલા ભાવથી પરેશાન થઈને બાઈક તોડતો જોવા મળી રહ્યો છે.

IMF તરફથી બેલઆઉટ પેકેજ ન મળવાને કારણે પાકિસ્તાન હવે નાદારીની આરે છે. અહીં મોંઘવારી 50 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને લોકો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. ગુરુવારે એક લીટર પેટ્રોલની કિંમત 272 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની વ્યક્તિનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પેટ્રોલના ઊંચા ભાવ બાદ તેની બાઇક તોડીને ખેતરમાં ફેંકી દે છે અને બાઇકને ગાળો પણ બોલે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ રોડના કિનારે ઉભો છે અને બાજુમાં ખેતર છે. વ્યક્તિને એવો ગુસ્સો આવે છે કે તે હાથમાં મોટી લાકડી લઈને બાઇકને તોડવા લાગે છે. તે પહેલા બાઇકનો હેડલેમ્પ તોડી નાખે છે અને પછી બાઈક પર ફટકા મારી રહ્યો છે. અંતે તે બાઇકને ઊંચકીને ખેતરમાં નાખી દે છે અને બાઇકને ગાળો પણ બોલે છે. ત્યારે આ વીડિયોને હવે ભારતમાં પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં દૂધ 250 રૂપિયા પ્રતિ લીટર, પેટ્રોલ 272 રૂપિયા પ્રતિ લીટર, ચિકન 700 થી 800 રૂપિયા પ્રતિ કિલો, 5 કિલો લોટનું પેકેટ 1000 રૂપિયામાં મળે છે. એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં આ વસ્તુઓની કિંમતો વધુ વધી શકે છે, જ્યારે પેટ્રોલ 300 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે.

Niraj Patel